બપોરે લગ્ન, સાંજે રિસેપ્શન અને રાત્રે 3 વાગ્યે છૂટાછેડા, જાણો કારણ

PC: gstatic.com

દેશભરમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં અમદાવાદમાં હાલમાં જ નોખા લગ્ન યોજાયા હતા. બપોરે 3 વાગ્યે લગ્ન થયા અને સાંજે 7 વાગ્યે રિશેપ્શન થયું હતું. જેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા બંને પક્ષના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા સહિત પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં 6 કલાક સુધી બંને પક્ષના સભ્યો વચ્ચે ચર્ચા-વિચારણા થયા પછી સવારે 3 વાગ્યે કન્યા અને વરરાજાએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.

સોલા હાઈકોર્ટ વિસ્તારમાં રહેતા શ્રીમંત સિંધી પરિવારની યુવતિના લગ્ન દિલ્હીના એક યુવાનની સાથે નક્કી થયા હતાં. દિલ્હીથી આવેલા વરરાજાએ બપોરે 3 વાગ્યે યુવતિ જોડે લગ્ન કર્યા અને સાંજે 7 વાગ્યે રિશેપ્શન રાખ્યું હતું. દૂધ પીવાના રિવાજ બાબતે બંને પક્ષ વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

કન્યા પક્ષની દૂધ પીવાની વિધિ કરવાની વરરાજાએ ના પાડી દીધી હતી. શરૂઆતમાં તો બંને પક્ષના લોકોને મજાક લાગ્યું હતું. પણ 1 કલાક સુધી બોલાચાલી કર્યા બાદ 300 માણસોનું ટોળુ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું. મામલો શાંત પાડવાના ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા છતાં વર અને કન્યા જીદ પર અડી રહ્યા હતાં.

PI જેપી જાડેજાએ જણાવ્યું કે, સવારે 3 વાગ્યા સુધી ચાલેલી ચર્ચા પછી અંતે વર-કન્યાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. બંને પક્ષ વચ્ચે ઝઘડો થવાને કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસ ફરિયાદ કરવાની ના પાડતા બંને પક્ષોના નિવેદનો લઈને તેમને છોડી દેવામાં આવ્યા હતાં.

સવારે 3 વાગ્યે વરરાજા અને કન્યાએ છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધા બાદ જાનૈયા અને વરરાજા કન્યાને લીધા વિના જ દિલ્હી પરત ફર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp