26th January selfie contest

'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો' મહીસાગરના MBBSના વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

PC: news18.com

રાજ્યમાં પ્રેમી પંખીડાઓએ પરિવારના સભ્યો લગ્ન માટે નહીં માને તે પ્રકારની ચિંતા કરીને મોતને વહાલું કર્યું હોવાના કિસ્સા અવાર નવાર સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહિસાગરમા સામે આવ્યો છે કે, જેમાં MBBSનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પ્રેમમાં દગો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર મહિસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોરમાં મહાલક્ષ્મી સોસાયટીમાં સુરેશ નામનો વ્યક્તિ શિક્ષક તરીકે નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. સુરેશને સંતાનમાં એક પુત્ર હર્ષિલ છે. હર્ષિલ ફિલિપાઇન્સમાં MBBSનો અભ્યાસ કરે છે. હાલ ફિલિપાઇન્સમાં તેની કોલેજમાં રજા હોવાના કારણે તે તેના માતા-પિતાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો.

5 એપ્રિલના રોજ કોઇ કારણોસર હર્ષિલે ગળતેશ્વર ગામ ખાતે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલા તેને મોબાઇલમાં એક વીડિયો ઉતારીને તેના મિત્રોને શેર કર્યો હતો અને આ વીડિયોમાં તેને પ્રેમિકાએ દગો આપ્યો હોવાનું કહ્યું હતું.

હર્ષિલે વીડિયોમાં કહ્યું હતું કે, બાય, લવ યુ સો મચ, મેં તને સાચો પ્રેમ કર્યો હતો. પણ તે મને દગો આપ્યો. એક વર્ષથી તારે બીજા જોડે સંબંધ છે. તે મને કહ્યું પણ નહીં. આટલું કહ્યા બાદ તેને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે હર્ષિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ માતા-પિતાએ બાલાસિનોરના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ એક આઈશા નામની યુવતીએ મોબાઇલમાં વીડિયો બનાવીને આ વીડિયોને તેના મિત્રો અને માતા-પિતાના મોકલીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આઈશાએ તેના પતિ અને સાસરીયાઓના ત્રાસના કારણે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આઈશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. આરીફને અન્ય યુવતી સાથે સંબંધો હતી. તેથી આઈશા અને આરીફને આ બાબતે ઝઘડો થતો હતો. કેટલીક વાર તો આઈશાનો પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે હોય ત્યારે પત્નીને વીડિયો કોલ કરતો હતો. તો કેટલીકવાર સાસરિયાઓ કરિયાવરની માગણીને લઇને પણ આઈશાને ત્રાસ આપતા હતા. જેના કારણે આઈશા તેના પિતાના ઘરે જ હતી અને તેના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં આરીફ અને તેના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ તમામ બાબતોથી કંટાળીને આઈશાએ એક વીડિયો ઉતારી જીવન ટૂંકાવ્યું હતું અને આ જ પ્રકારે મહીસાગરના યુવકે વીડિયો પોતાના મિત્રોને સેન્ડ કર્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp