મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ખેડૂતો માટે કેમ એટમ બોમ્બ છે?

PC: khabarchhe.com

ગુજરાતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઇને ઘણી બધી સમસ્યાઓ થઇ રહી છે ત્યારે જીકાની ટીમ જાપાનથી આવીને સુરત શહેરના આસપાસના ગામડાઓના ખેડૂતોને મળીને કન્સલટેશન કરી રહી છે તેમાં ખેડૂતોએ પોતાનો રોષ બતાવ્યો હતો.

જીકા ટીમ દ્વારા ખેડૂતોને પોતાના પ્રશ્ન પૂછતા ખેડૂત અગ્રણીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ હતુ, ભારત સરકાર દ્વારા કન્સલ્ટેશન નહીં પરંતુ અને ધાકધમકી આપવામાં આવી હતી. ખેડૂતો પાસેથી 2011ના જંત્રી પ્રમાણે પૈસા મળી રહ્યા છે. ત્યારથી લઇને અત્યારસુધી ભાવમાં ઘણો તફાવત છે. સરકાર એક તો ખેડૂતો પાસેથી જમીન તો લઇ જ લે છે સાથે પૈસા પણ નથી આપતી. ત્યારે જમીન સંપાદનના કામમાં ખેડૂતો શા માટે સહમત થાય. જીકાની ટીમને ખેડૂતોએ જણાવ્યુ છે કે જો આ રીતે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ લાવવામાં આવશે તો  પ્રોજેક્ટ અમારા માટે એટમ બોમ્બ છે. આ પ્રોજેક્ટમાં ભારત સરકારને જીકા 80 હજાર કરોડ રૂપિયા આપે છે તો સરકારે ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવું જ જોઇએ. ખેડૂતોને તેની જમીનના બદલામાં યોગ્ય કિંમત મળવી જ જોઇએ. સરકાર માત્ર મોટી મોટી વાતો કરી રહી છે. જમીન સંપાદનમાં ભારતનો કાયદોએવું કહે છે કે જે જમીનનું સંપાદન થાય છે તેમાં કામ કરતા મજૂરોને પણ વળતર મળવું જોઇએ. સુપ્રિમ કોર્ટે પણ 2012માં કહ્યુ હતુ કે સરકાર ખેડૂતોને ભીખનો ટુકડો આપે છે જેમાં તેઓને આજીવીકા મળી શકતી નથી. જમીન સંપાદનના કારણે અનએમ્પ્લોયમેન્ટ થયું છે. સુપ્રિમ કોર્ટ કહ્યુ હતુ કે લાખો ખેડૂતોના આપઘાત થયા છે તેમાં જમીન સંપાદનની પ્રક્રિયા ખૂબ જ મોટો ફાળો ભજવે છે કારણે જમીન સંપાદન બાદ ખેડૂત માલિક માંથી મજૂર બને છે. તેથી બધા કરતા વધારે નુકશાન તો ખેડૂતો ને જ છે. જ્યાં સુધી અમારા મુદ્દાઓનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અમારી રજૂઆત કરતાં રહીશું. ખેતી સાથે જોડાયેલા લોકો માટે આ પ્રોજેક્ટ એટમ બોમ્બ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp