અમદાવાદીઓને મેટ્રો રેલ માટે હવે રાહ નહીં જોવી પડે, વાંચો આ અહેવાલ

PC: ice.org.uk

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન તા. 15મી જાન્યુઆરી બાદ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી બતાવીને મેટ્રો રેલને રવાના કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સાઉથ કોરિયાથી તાજેતરમાં જ મેટ્રો રેલના 3 કોચ ગુજરાત આવવા રવાના થયા હતા.  કોચ તા. 2જી જાન્યુઆરીના રોજ અમદાવાદ આવી પહોંચે તેવી શકયતા છે. અગાઉ મેટ્રો રેલનો ડેમો આવ્યો હતો. જે રિવરફ્રન્ટ પર અત્યારે રાખવામાં આવ્યો છે.

પહેલી ટ્રેન વસ્ત્રાલ ગામથી મણીનગરના એપરેલ પાર્ક વચ્ચેના છ કિલોમીટરના રૂટ પર દોડવવામાં આવશે. જોકે, પેસેન્જરોએ તેમાં સવારી કરવા માટે રાહ જોવી પડશે. ટ્રાયલ રન બાદ સેફ્ટી સર્ટિ આવ્યા બાદ જ તેને પેસેન્જરો માટે શરૂ કરવામાં આવશે. MEGAના એમડીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ટ્રાયલ રન શરુ થઈ જશે.

શહેરી વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર તા. 15 જાન્યુઆરીએ ટ્રેન તૈયાર હશે, અને તે પ્રમાણે તેના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવશે. પહેલા રુટ પર વસ્ત્રાલ ગામ અને એપરેલ પાર્ક સિવાય નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની અને અમરાઈવાડીના સ્ટેશનનો સમાવેશ થાય છે. બીજી ટ્રેન એપ્રિલ મહિના સુધીમાં આવશે. એપરેલ પાર્કથી મેટ્રો રેલ શાહપુર સુધી અંડરગ્રાઉન્ડ રુટ પર દોડશે.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે કુલ 40 કિલોમીટર લાંબી લાઈન નખાઈ રહી છે, જેમાં 33.5 કિલોમીટર હિસ્સો એલિવેટેડ જ્યારે સાડા છ કિલોમીટર અંડરગ્રાઉન્ડ હશે. ઈસ્ટ-વેસ્ટ તેમજ નોર્થ-સાઉથ એમ બે કોરિડોરમાં કુલ 32 સ્ટેશનો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp