અલ્પેશ ઠાકોર હજુ પણ કોંગ્રેસ સાથે જ છે: ભરતજી ઠાકોર

PC: facebook.com

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા તર્ક વિતર્ક વહેતા થયા હતા. રાજીનામું આપ્યા પછી અલ્પેશે ઠાકોર સેનાના અપક્ષના ઉમેદવારનો પ્રચાર કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને બિહારના સહ પ્રભારીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એવી પણ ચર્ચા વહેતી થઇ હતી કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. ત્યારે વિસનગરમાં પશુપાલકોની સભામાં હાજરી આપવા માટે આવેલા ધારાસભ્ય ભરતજી ઠાકોરે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર હજુ પણ કોંગ્રેસ સાથે જ છે.

ભરતજી ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરની હું હજી નજીકમાં છું અલ્પેશ ઠાકોરએ મારા ગુરુ છે. હું અલ્પેશ ઠાકોર સાથે છુ એટલું સમજી લેજો, કોંગ્રેસ સાથે છું એટલે કોંગ્રસની કામગીરી કરી રહ્યો છું. અલ્પેશ ઠાકોર સામે કોઈ પણ પગલાં કોંગ્રેસ લેવાની નથી અને લીધા પણ નથી. અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ સાથે જ છે એટલું સમજી લેવાનું. અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે તે માત્રને માત્ર તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. એમને ધારાસભ્યમાંથી રાજીનામું આપ્યું નથી, એમને પ્રભારી બનાવ્યા હતા બિહારના એમને એમાંથી રાજીનામું આપ્યું છે. એટલે કોઈ ધારાસભ્ય પડેથી રાજીનામું આપ્યું નથી.

ભરતજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરને હું નહીં હાઈ કમાન્ડ મનાવશે. આ ઉપરના લેવલની વાત છે પરંતુ જે રીતે તમે વાત કરી તેમ હું અલ્પેશ ઠાકોર સાથે હર હંમેશ જ્યાં સુધી આ ધરતી ઉપર છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોર સાથે રહેવાનો છું અને ઠાકોર સેના સાથે રહેવાનો છું. કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો નથી અને જિંદગીમાં કરવાનો પણ નથી. અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે, કોંગ્રેસનો ખેસ પહેરેલો છે ને આ ખેસ આજીવન મારા ખભા પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp