અમદાવાદમાં ગ્રેજ્યુએટ યુવક નોકરી છૂટી જતા બન્યો મોબાઈલ ચોર, આ રીતે કરતો હતો ચોરી

PC: youtube.com

ઘણા લોકો ઓછી મહેનતે પૈસાની કમાણી કરવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને ઘણા લોકોએ પૈસા કમાવવાની લાલચમાં એટલા અંધ બની જતા હોય છે કે, તેઓ ન કરવાના કામ કરી બેસતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે એક ભણેલા ગણેલા ચોરની ધરપકડ કરી છે. આરોપી નોકરી છૂટી જતા પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચઢ્યો અને શરૂ કર્યું લોકોના મોબાઈલ ચોરવાનું કામ.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં PGમાં રહેતો જય દુધાત નામનો યુવક વીમા કંપનીમાં કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતો હતો. વીમા કંપનીમાં નોકરી છૂટી જતા જયને વધારે રૂપિયા કમાવવાનો ચસકો જાગતા તેને મોબાઈલની ચોરી કરવાનું કામ શરૂ કર્યું. જય મોબાઈલની ચોરી કરવા માટે પહેલા રીક્ષામાં બેસતો હતો અને ત્યારબાદ રીક્ષા ચાલક કે પેસેન્જરની પાસેથી વાત કરવા માટે મોબાઈલની માંગણી કરતો હતો. પેસેન્જર કે, ડ્રાઈવર જેવો મોબાઈલ આપે એટલે જય મોબાઈલ લઈને ભાગી જતો હતો અને કોઈ શોધી ન શકે તેવી જગ્યા પર સંતાઈ જતો હતો.

ત્યારબાદ જય મોબાઈલને રાજકોટ અને સુરતમાં વેંચતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ ચોરીનાં કિસ્સાઓ વઘતા અમદાવાદની સેટેલાઈટ પોલીસે વોચ ગોઠવીને આરોપીની ઝડપી લીધો હતો અને તેની પાસેથી આઠ જેટલા મોબાઈલની રીકવરી પણ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં કુલ 31 જેટલા મોબાઈલની ચોરી કરી છે અને તેમાંથી ઘણા મોબાઈલ વેંચી નાંખ્યા છે.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આરોપી મુસાફરનો સ્વાંગ રચીને રીક્ષામાં બેસતો અને તેની પાસે રહેલી બેગમાં નકામી ભારે વજન વાળી વસ્તુ મૂકીને બેગ રીક્ષામાં મૂકતો હતો અને ત્યારબાદ રીક્ષા ચાલક કે પેસેન્જરની પાસેથી મોબાઈલની માંગણી કરીને વાત કરતો અને ત્યારબાદ પોતાનું બેગ રીક્ષામાં મૂકીમાં વાત કરતા-કરતા ગુમ થઇ જતો હતો અથવા તો કેટલીક વાર આરોપી પેસેન્જરના હાથમાં રહેલા મોંઘા ફોન ઝૂંટવીને ભાગી જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp