મોરબી પૂલ દુર્ઘટના કેસમાંથી પોતાને દૂર રાખનારા જજ સમીર દવે કોણ છે?

PC: madhyamam.com

ગયા વર્ષે ઓકટોબર મહિનામાં મોરબીમાં પૂલ તુટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. આ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે. ઓરેવા ગ્રુપના મેનેજરની એક જામીન અરજીની સુનાવણી માટે ન્યાયાધીશ સમીર દવેએ પોતાને દુર કરી દીધા છે.

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ સમીર દવેએ મોરબી પૂલ દુર્ઘટના કેસની સુનાવણીમાં પોતાને અલગ કરી દીધા છે. જજ સમીર દવેએ ઓરેવા ગ્રુપના મેનેજરની નિયમીત જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી દીધા છે. ઓરેવા ગ્રુપનો મેનેજર ગયા વર્ષે મોરબી પુલ તુટી પડવાની ઘટનામાં, જેમાં 135 લોકોના મોત થયા હતા તેની કથિત ભૂમિકા માટે જેલમાં છે.

ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવેની જામીન અરજી જ્યારે ન્યાયાધીશ સમીર દવે સમક્ષ સુનાવણી માટે આવી ત્યારે તેમણે એવું કહીને પોતાને કેસથી અલગ કરી દીધા કે મારી સમક્ષ નહીં. જો કે ન્યાયાધીશ સમીર દવેએ પોતાના આ નિર્ણય વિશે કોઇ કારણ જણાવ્યું નથી.

દિનેશ દવે એ 10 આરોપીઓમાનો એક છે, જેને ગયા વર્ષે ઓકટોબર મહિનામાં ગુજરાતના મોરબીમાં બ્રિટીશ સમયનો પૂલ તુટી પડવાની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપ દ્રારા બનાવવામા આવેલો અને સંચાલિત કરવામાં આવેલા પૂલને બનાવ્યાના થોડા દિવસો પછી તુટી પડ્યો હતો. આ કેસમાં કેટલાંક આરોપીઓને હાઇકોર્ટે જામીન આપેલા છે, જો કે ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલ અત્યારે જેલમાં છે. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે પોતાની જામીન અરજી કરેલી છે.

મોરબી દુર્ઘટનાની સુનાવણી કેસમાં પોતાને અલગ કરનાર ન્યાયાધીશ સમીર દવે વિશે જણાવીશું. 18 ઓકટોબર 2021ના દિવસે હાઇકોર્ટમાં જજ બનેલા સમીર દવે મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના રહેવાસી છે. તેમણે લાંબા સમય સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતાં નોંધણી કરીને પ્રેકટીસ કરી હતી. એ પછી તેઓ ન્યાયાધીશ બન્યા હતા.

ન્યાયાધીશ સમીર દવેએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ તીસ્તા સેતલવાડની જામીન પરની સુનાવણીમાં પણ પોતાને દુર રાખ્યા હતા. જસ્ટીસ સમીર દવેએ તાજેતરમાં સગીર બળાત્કાર પીડિતાના ગર્ભપાત કેસમાં મનુસ્મૃતિ પર ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં, તબીબી અહેવાલના આધારે, ન્યાયાધીશ સમીર દવેએ ગર્ભપાતની પીડિતાની વિનંતીને નકારી કાઢી હતી.

જો  કે પોતાને કેસથી અલગ કરવાની આ ઘટના પહેલી નથી, તાજેતરમાં હાઇકોર્ટના એક મહિલા ન્યાયાધીશે પણ રાહુલ ગાંધીના કેસની સુનાવણી વખતે કહ્યું હતું, નોટ બીફોર મી, મતલબ કે મારી સમક્ષ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp