માતાનો આરોપઃ મારા 12 વર્ષના પુત્રનું મોત થયું છે, પોલીસ ધક્કા ખવડાવે છે

PC: khabarchhe.com
 અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં  નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા સ્વાતી મીશ્રા છેલ્લાં કેટલાય દિવસોથી અમદાવાદ અને ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં પોતાના 12 વર્ષના મૃત પુત્રને ન્યાય મળે તે માટે ધક્કા ખાઈ રહી છે, પણ પોલીસ તપાસ ચાલુ છેના બહાના તળે ધક્કા ખવડાવી રહી છે તેવો આરોપ માતાએ કોર્ટમાં કર્યો છે. અમદાવાદના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતો 12 વર્ષનો અભિષેક મીશ્રા 9 મેના રોજ ઘરની બહારથી ગુમ થયો હતો અને તે દિવસે સાંજે તેની લાશ મળી હતી, પોલીસનો દાવો છે કે રાંચરડા ગામની તળાવમાં ડુબી જવાથી તેનું મોત નિપજયુ હતું જો કે અભિષેકની માતા સ્વાતીનો આરોપ છે ખરેખર અભિષેકની હત્યા કરી દેવામાં આવી છે.
 
કોર્ટ સામે આપેલી ફરિયાદ પ્રમાણે તા 9મી મેના રોજ સ્વાતી પોતાની નર્સ તરીકેની નોકરી ઉપર જવા નિકળ્યા ત્યારે 12 વર્ષનો અભિષેક સાઈકલ લઈ પંચર કરાવવા જતો હતો તેણે પોતાની માતાને તે થોડીવાર પછી આવી જશે તેમ કહ્યુ હતું, સ્વાતીના પતિ ગજેન્દ્ર મીશ્રા સીકયુરીટી ગાર્ડ તરીકે નાઈટમાં નોકરી કરતા હોવાને કારણે તે આરામ કરી રહ્યા હતા, સાંજના ચાર વાગ્યા છતાં અભિષેક ઘરે પાછો નહીં ફરતા ગજેન્દ્રએ તેની શોધખોળ શરૂ કરી હતી પણ તેનો પત્તો લાગ્યો ન્હોતો.
 
સાંજના પોણા છ વાગ્યાના સુમારે કેટલીક વ્યકિત ઘબરાયેલી ગજેન્દ્રના ઘરે આવી હતી તેમણે આવી માહિતી આપી હતી સોલા સિવિલમાં અભિષેકની લાશ છે. આથી ગજેન્દ્ર આ વ્યકિતઓ સાથે સોલા સિવિલમાં ગયા હતા જયાં હાજર પોલીસે જાણકારી આપી હતી કે રણછોડપુરાના તળાવમાં અભિષેક પડી જવાની મોત નિપજયુ છે. આ વખતે ત્યાં હાજર મહેશ સીંધી, (ઉમંર 32), રાહુલ દત્ત (ઉઃ19), સુભાષ ઠાકોર (ઉઃ18) અને પીન્ટુ(ઉઃ27) ત્યાં ઉભા હતા તેઓ નશો કરેલી હાલતમાં હતા. આ ચારેનો દાવો હતો કે તેઓ અભિષેકને રમવા માટે લઈ ગયા હતા ત્યાં તે તળાવમાં પડી જતા તેનું મોત નિપજયુ હતું.
 
આ અંગે ફરિયાદ કરનાર અભિષેકની માતા સ્વાતીએ કેટલાંક સવાલ ઉભા કર્યા કે અભિષેકની ઉમંર 12 વર્ષની છે તે કઈ રીતે પોતાની કરતા આટલી મોટી ઉમંરના વ્યકિતઓ સાથે રમવા જાય.
અભિષેક 12 વર્ષનો છે અને મહેશ 32 વર્ષનો છે કેવી રીતે તેમની વચ્ચે મીત્રતા હોય, સ્વાતીએ આ ચારે વ્યકિત પોતાના પુત્રને રીક્ષામાં લઈ ગયા તે નજરે જોનાર સાક્ષી હોવાનો પણ દાવો કરી રહી છે, જો કે હમણાં સુધી સ્વાતી મીશ્રાની ફરિયાદ પોલીસે નોંધી નથી, સ્વાતી કહે છે કે જેમણે પણ મારા પુત્રની હત્યા કરી છે તેને કોઈ પણ ભોગે સજા મળે તે માટે લડતી રહીશ
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp