નવઘણજી ઠાકોરે કોંગ્રેસના નેતાની હાજરીમાં દિનેશ બાંભણિયાને આપી ખુલ્લી ધમકી

PC: iamgujarat.com

પાટણ ઠાકોર સમાજના આગેવાન અને અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં એક બફાટ કર્યો છે. દિનેશ બાંભણિયાને બિનઅનામત બાબતેની લડાઈ બંધ કરવા માટે ખૂલ્લી ધમકી આપી છે. તેમને કહ્યું છે કે, ન્યાય નહીં મળે તો ગામડામાં દૂધની બરણીઓ હેઠી પડશે અને સ્કૂટર સળગશે.

નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, પણ જો આંખ ફાંટી તો બેટા મારા લૂગડાં રહેવા નહીં દઈએ સમજી લો તો સારી વાત છે. ભાઈ દિનેશ બાંભણિયાને વિનંતી કરું છું કે, તમારી સરકાર છે, તમે લીડર છો અને તમારી પાસે પૈસા છે એટલે થોડી ચરબી ઓછી કરો ગરીબ અને પછાત સમાજને ન્યાય મળે છે એટલે મળવા દો. કદાચ તમે અમને ન્યાય નહીં આપો તો ગામડામાં દૂધની બરણી હેઠી પડશે, સ્કૂટર સળગશે અને પછી તમારા અને અમારા હાલ દૂધ પીધા જેવા છે. તમે અમને છંછેડ-છંછેડ કરશો તો મધપૂડો છેડ્યા બરાબર છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ નવઘણજી ઠાકોરે આ પ્રકારે વિવાદિત નિવેદન આપ્યા છે. 29 જાન્યુઆરીના રોજ પણ તેમને એક ભડકાઉ ભાષણ આપ્યું હતું કે, હુ તો વર્ષોથી કહેતો આવ્યો છું કે, આ લોકો અમેરિકા, ફોરેન કે, લંડન ફોન કરવા જોઈએ. જેમ કાશ્મીરમાંથી હિંદુઓ ભાગી હતા એમ આ લોકો અમેરિકામાં ફોન કરવા જોઈએ કે, ભાઈ અમેરિકામાં અમારી જગ્યા રાખજો, લંડનમાં રાખજો ગુજરાતમાં OBC, SC અને ST અમને જીવવા દે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp