પાર્કિંગ ચાર્જ લઈને નવી યોજના શરૂ કરવાનો તંત્રનો વિચાર, આ રીતે નક્કી થશે ચાર્જ

PC: dnaindia.com

અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓને લઈને હળવી કરવા માટે તંત્ર તરફથી અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા નવી પાર્કિંગ પોલિસી અંગે વિચારણા કરી રહ્યું છે. આ પાર્કિંગ માટે માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક સમયગાળાના ધોરણે પણ વાહનમાલિકો પરમીટ ઈસ્યુ કરાવી શકશે. ઈલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ માટે ત્રણ વર્ષ સુધીની રાહત આપવામાં આવી શકે એમ છે.

અમદાવાદ શહેરમાં ઓફિસ, સોસાયટી, મોલ, શૉપિંગ સેન્ટર તથા કોમ્પ્લેક્સ માટે ચોક્કસ જગ્યાઓ પર પાર્કિંગ અરજી કરીને વ્યવસ્થા માંગી શકશે. BRTS બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ અને રાઈડ એરિયા પ્લોટ ઊભો કરવામાં આવશે. વાહનોના પાર્કિંગ માટે સ્માર્ટ પાર્કિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. જ્યારે વીકએન્ડ અને રજાના દિવસોમાં મનોરંજન તથા ફરવાના સ્થળની આસપાસ શૈક્ષણિક સંકૂલ, ઓફિસ સહિતની જગ્યાઓમાં પાર્કિંગ કરી શકાય એ પ્રકારે એકબીજાની સહમતીથી શેરિંગ આધારે પદ્ધિતિ વિકસાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં નવી પાર્કિંગ પોલિસીમાં જુદી જુદી જગ્યાએ જરૂરિયાત અને માગ પ્રમાણે જુદા જુદા ઝોનમાં વિભાજન કરવામાં આવશે. પાર્કિંગ માટેની હાઈ ડિમાન્ડ આશ્રમ રોડ, સીજી રોડ, રીંગ રોડ, કોટ વિસ્તારના કેટલાક એરિયામાં છે. જ્યારે હાઈવે સિવાયના અન્ય સ્થાનિક રસ્તાઓમાં ઓછી માગને કારણે તે રોડ લૉ ડિમાન્ડ રોડ તરીકે ઓળખાશે. શહેરમાં વિસ્તાર પ્રમાણે પાર્કિંગ ચાર્જ અલગ અલગ હોઈ શકે છે. માગને આધારે પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવશે. સમીક્ષાને આધારે પાર્કિંગના ચાર્જ નક્કી કરવામાં આવશે. પીક અવર્સ અને બાકી અવર્સ દરમિયાન ચાર્જિસ અલગ અલગ રહેશે.

જોકે, અમદાવાદ શહેરના કોઈ પણ ઝોનમાં પાર્કિંગની સમસ્યા હાલ પણ યથવાત છે. ટ્રાફિસની સમસ્યા હળવી થયા બાદ તંત્રએ હવે પાર્કિંગને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટથી તંત્રને પણ આર્થિક લાભ થવાના પૂરા ચાન્સ છે. પાર્કિંગ ચાર્જ હવે શું નક્કી કરવામાં આવે છે એના પર હવે સૌની નજર છે. ખાસ કરીને હાઈવેની સાઈડમાં સર્વિસ લેન વચ્ચે પાર્કિંગને લઈને અનેક વખત માથાકુટના કિસ્સાઓ સામે આવ્યા છે. પણ આ પોલિસીથી પાર્કિગનો મુ્દો ઉકેલાશે એ નક્કી છે. જ્યારે વાહનચાલકોના વાહનની સલામતી અંગે પણ ચિંતા મુક્તિ મળી રહેશે. કોર્પોરેશન આ પોલિસીને કેવી રીતે અને કઈ યોજના થકી લાગુ કરે છે એના પર લોકો વાતો કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp