શોખ પૂરા કરવા અમદાવાદી માન્યામાં ન આવે એટલા ભાડાના મકાનમાં રહે છે, જાણો રેન્ટ

PC: pinimg.com

મહાનગરમાં રહેવાનું દરેક વ્યક્તિનું એક સપનું હોય છે પણ બધાનું આ સપનું સાકાર થતું નથી. ઘણા લોકોની જરૂરિયાત હોય છે તો કેટલાક લોકો પોતાના મોજ શોખ પૂરા કરવા માટે કંઈ પણ કરતા હોય છે. મહાનગર અમદાવાદમાં ભાડે મકાન લઈને લોકો પોતાના મોજ શોખ પૂરા કરે છે. એટલું જ નહીં આ માટે દર મહિને મોટી કિંમત પણ ચૂકવતા હોય છે. અમદાવાદ શહેરમાં રોયલ ગણાતા મકાનમાં તમામ પ્રકારની સુવિધાથી સજ્જ મકાન માટે લોકો 1.50 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીના ભાડા ચૂકવીને રોયલ લાઈફ જીવવાનું સપનું સાકાર કરે છે.

અમદાવાદ શહેરમાં લાખોની કિંમતમાં ભાડા ધરાવતી, રોયલ કહેવાતી સોસાયટીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં જે તે પ્રોપર્ટીની કુલ કિંમત રૂ.5 કરોડથી વધારે હોય છે. હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ માટે ચોક્કસ વર્ગના લોકો રૂ.1.50થી 5 લાખ સુધીની રકમ ભાડા પેટે ચૂકવે છે. મોટું રોકાણ ન કરી શકનારા લોકો પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે આવી મોટી મિલકતને ભાડે રાખી લે છે. પશ્ચિમ અમદાવાદના વિસ્તારમાં છેલ્લા ચારેક વર્ષથી અલ્ટ્રા લક્ઝુરિયસ રેસિડન્ટ હોમ્સ તૈયાર થયા છે. જેમાં એક ફ્લેટનું કદ 5થી 10,000 ચોરસ ફૂટ હોય છે. ડૉક્ટર કે IT પ્રોફેશનલ ઉપરાંત પણ મોટા વ્યાપારીઓ, NRI અને રોકાણકારો આ પ્રકારની પ્રોપર્ટીને પસંદ કરે છે. અગાઉ જે 3BHK ફ્લેટની સ્કિમ સૌથી વધુ લોકોની પસંદ હતી. એના બદલે હવે 4 અને 5BHK ફ્લેટમાં એક ચોક્કસ વર્ગ રોયલ લાઈફ જીવવા રોકાણ કરે છે. જેમાં સગવડ સુવિધા એક મોટું પાસું તેમજ આકર્ષણ હોય છે. જોકે, આ માટે દર મહિને તગડી કિંમત ચૂકવવી પડે છે.

મહામંદીના માહોલમાં પણ જે લોકોએ વર્ષોથી નવા મકાનનું પ્લાનિંગ કરી રાખ્યું છે તેઓ અત્યારના સમયે મળતા કમિશનનો લાભ લઈને આ રોકાણ કરી રહ્યા છે. કેટલાક પરિવારો પણ ધીમે ધીમે આવી સ્કિમમાં શિફ્ટ થઈ રહ્યા છે. રોકાણકારો પણ આ સેગમેન્ટમાં નવી તક શોધી રહ્યા છે. જેમાં કુલ પ્રોપર્ટી કે એક ફ્લેટની કિંમત રૂ.5 કરોડથી શરૂ થાય છે. લોકો પોતાના ખિસ્સા પ્રમાણે આવા મકાન ભાડે રાખતા થયા છે. તો કેટલાક NRI પણ વર્ષે થતા આવા રોકાણમાં રસ દાખવે છે. માત્ર ફ્લેટ જ નહીં પણ બંગલો તેમજ ફાર્મ હાઉસ પણ ભાડે રાખતા થયા છે. સિટી એસ્ટેટ મેનેજમેન્ટના પ્રકાશ બાવંડિયા કહે છે કે, 90ના દાયકાનું અમદાવાદ અને અત્યારનું શહેર બિલકુલ અલગ દેખાય રહ્યું છે. રોયલ ગણાતા હાઉસનું ભાડું રૂ.50,000થી શરૂ થાય છે. જે છેક 5 લાખ રૂપિયા સુધીનું રહે છે. વિલા તથા બંગલો પણ લોકો ભાડે લઈ રહ્યા છે. જે ફૂલી ફર્નિશ્ડ હોય છે. જેનું ભાડું રૂ.5 લાખથી શરૂ થાય છે. કંપનીના ડાયરેક્ટર લેવલના માણસો, CEO કક્ષાના લોકો તેને પસંદ કરે છે. છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં લક્ઝુરિયસ બંગલોની ડિમાન્ડ પણ વધી રહી છે. રોયલ ફ્લેટની માંગ પણ વધી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp