જાણો નિતીન પટેલે મારામારી કરનાર ધારાસભ્યને શું સજા કરવાની દરખાસ્ત કરી

PC: ANI

વિધાનસભામાં બનેલી મારામારીની શરમજનક ઘટના બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના બે ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, 3-4 ધારાસભ્યોને કારણે વિધાનસભા ગૃહ બદનામ થયું છે. દાખલારૂપ પગલા લેવાવા જોઈએ. પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ અને બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે અને નીતિન પટેલની આ દરખાસ્તને પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય ઘણાં BJPના નેતાઓએ પણ સમર્થન આપ્યું છે.

કોગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે થયેલી આ મારામારી વિશે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રતાપ દૂધાત માઈક લઈને તૂટી પડતા આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકર, પરેશ ધાનાણી અને શૈલેશ પરમારે ઈશારો કરીને અમરીશ ડેરને બેસી જવાની સલાહ આપી હતી પણ તેઓ ઉશ્કેરાઈ ગયા અને અધ્યક્ષના સ્થાન પર આવવા માડ્યાં.

આ સમયે કોગ્રેસના બીજા ધારાસભ્ય પ્રતાપ દૂધાત કે જે ચિત્રમાં જ નહોતા તેમણે ચર્ચા ચાલતી હતી તે દરમિયાન અચાનક ઉશ્કેરાઈ દોડીને માઈક તોડી નાખ્યું અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલના માથામાં માર્યું. ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય જો નમી ન ગયા હોત તો તેમને પણ ઈજા થઈ હોત. વિધાનસભાના રેકોર્ડીંગના ફૂટેજમાં દેખાઈ આવે છે કે પ્રતાપ દુધાતે માઈક માર્યું અને બોલી ન શકાય એવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવા માંડ્યો. છેલ્લે વિધાનસભા ગૃહને મુલતવી રાખવું પડ્યું.

બલદેવજી ઠાકોરે પણ ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો. ગુજરાત વિધાનસભામાં 1990 થી એક પણ ટર્મમાં આજ સુધી આવી તોફાની, નીંદનીય, હિંસક ઘટના બની નથી. આ મારામારી કોંગ્રેસના બે ધારાસભ્ય તરફથી કરવામાં આવી છે. કોગ્રેસના બીજા ધારાસભ્યોએ પણ તેમને રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં આગળ બેસેલા મહિલા ધારાસભ્યને ઈજા થતા બચી ગઈ હતી. અધ્યક્ષે આ સીસીટીવી ફૂટેજ મીડિયાકર્મીઓને આપવું જોઈએ, જેથી ગુજરાતની જનતા પણ ધારાસભ્યોની કરતૂતોથી જાણકાર થાય.

જુઓ વીડિયો...

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp