ગુજરાતના શહેરોમાં કર્ફ્યું લંબાશે કે નહીં, જાણો નીતિન પટેલે શું કહ્યું

PC: facebook.com/NitinbhaiPatelbjp

દિવાળી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કારવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં સોમવાર પછી કર્ફ્યૂ વધારવા બાબતે કોઈ નિર્ણય ન હોવાની સ્પષ્ટતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. અમદાવાદમાં કર્ફ્યું વધારવામાં આવશે નહીં પરંતુ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે તે યથાવત રહેશે.

નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કોઈ પણ ચર્ચા, વિચારણા કે સુચન આવતીકાલે અમદાવાદમાં સવારે કર્ફ્યૂ પૂરો થાય છે તે બાબતે કોઈ કાર્યવાહી ચાલતી નથી. રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં અન્ય નિર્ણય ન થયા ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. શનિવાર અને રવિવારના રોજ અમદાવાદ માટે જે કર્ફ્યૂ લાગુ કારવામાં આવ્યો હતો તે સોમવારે સવારે પૂર્ણ થાય છે તેને દિવસ દરમિયાન વધારવાની કોઈ ચર્ચા કે, વિચારણા ચાલી રહી નથી. ગઈકાલે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં પણ દરેક બાબતે ચર્ચા કરવામાં આવી છે. દિવસનો કર્ફ્યું વધારવા માટે કોઈ ચર્ચા બેઠકમાં થઇ નથી અને આ બાબતે કોઈ દરખાસ્ત પણ થઈ નથી. આ સાથે જ અન્ય શહેરો, જિલ્લા કે, તાલુકામાં કર્ફ્યું લાદવામાં આવે તેવી પરિસ્થિતિ વિશે ચર્ચા નથી.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ જગ્યા પર બોર્ડર સીલ કરવાની પણ કોઈ ચર્ચા થઇ નથી. આખા દેશમાં ટ્રાન્સપોટેશન અને શાકભાજી સહિતની તમામ વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન કરવાની પણ જરૂરીયાત છે. લોકડાઉન સમયે પણ ભારત સરકાર દ્વારા પણ આ બાબતેની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત એક જાગૃત રાજ્ય છે. નાગરિકો પણ ખૂબ જાગૃત છે. ગઈકાલે કડીના આગેવાનોનો ફોન આવ્યો કે, કડીમાં વેપારી સહિતના આગેવાનો બજારો બેથી ત્રણ દિવસ સ્વયંભૂ બજાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બંધ રાખી રહ્યા છે. એટલે નગરપાલિકા, કોર્પોરેશન અને વેપારી એસોસિયેશન પોતે નિર્ણય કરે અને પોતાના શહેરમાં જે પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિમાં નિર્ણય લઇને લોકોની સંમતિ લઇને બેથી ત્રણ દિવસ બજાર બંધ રાખે તો લોકો માટે આ વધારે સારું થશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ એક જ પરિવારના કોરોનાના સભ્યોએ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવાના બદલે એક જ હોસ્પિટલમાં દાખલ કરવા માટેની સૂચના 108ને આપવામાં આવી છે. આ નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાના કપરા સમયમાં ખાનગી હોસ્પિટલોની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ જોવા મળી હતી. સામાન્ય દર્દીઓને પણ AMCના ક્વોટાના બેડના દાખલ કરીને હોસ્પિટલ દ્વારા બેડ ભરેલા બતાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારનું કામ કરનારી તમામ હોસ્પિટલો સામે કાર્યવાહી કારવામાં આવશે અને અમદાવાદમાં 8થી 10 જેટલી હોસ્પિટલોને કોરોના ડેજીગ્નેટેડ કરીને AMC હસ્તક કરવા બાબતે પણ કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp