અમેરિકા સાધન સંપન્ન દેશોની સરખામણીમાં કોરોનામાં આપણે માનવખુવારી ઓછી થઈ છેઃ DyCM

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમની સમગ્ર કેમ્પસની મુલાકાત લઇને તેની વિગતો પણ જાણી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અખંડ ભારતના નિર્માણ માટે ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઇ પટેલને પોતાનું રાજ્ય સૌ પ્રથમ સમર્પિત કરીને ભાવનગરનું નામ ઉજ્જવળ કરી દીધું છે. આજે ભારતનો જે નકશો આપણે આજે જોઇ રહ્યાં છીએ તેના મૂળમાં રાષ્ટ્ર માટેની આવી ભાવના છે. રાજ્યમાં લાખો લોકોના સ્વાસ્થ્ય, આરોગ્ય જાળવણી માટે સગવડો-સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં આજે નવી ટેક્નોલોજી, સાધનો સાથે સુસજ્જ એવું કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટરની આજે શરૂઆત થઇ છે. આ સગવડ ભાવનગરમાં ઉભી થવાથી ભાવનગરના નાગરિકોનો મોટો લાભ થવાનો છે તેમ તેમણે જણાવ્યું હતું.

વર્ષઃ 2013માં આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત મેં કર્યું હતું અને આજે દર્દીઓની સારવાર માટે અદ્યતન સાધનો સાથેની સુસજ્જ એવી કેન્સર હોસ્પિટલ આજે તૈયાર થઇને લોકોની સેવા માટે સમર્પિત થઇ રહી છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, થોડા સમય પહેલાની ભાવનગર મુલાકાતમાં હોસ્પિટલમાં જરૂરી સુધારા-વધારા માટે સ્થળ મેં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લેપ્રસી હોસ્પિટલ ખાતે પણ કોરોનાની સારવાર વધુ સગવડો ઉભી કરી શકાય તે માટે સ્થળ મુલાકાત લીધી હતી.

તેમને કહ્યું કે, સર ટી.હોસ્પિટલમાં નવું 13 માળનું બિલ્ડીંગ બનાવવાની તથા જૂના અન્ય બિલ્ડીંગમાં પણ સુધારા-વધારા કરવાં માટે ઇજનેરો સાથે સમીક્ષા કરી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભવિતતાને પગલે વધુ બેડ ઉભાં કરવાં, ઓક્સિજનની સગવડ ઉભી કરવી જરૂરી છે, તેને ધ્યાનમાં રાખીને લેપ્રસી હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન નાખવાનું કાર્ય પણ થઇ ગયું છે. ભાવનગરમાં જ ‘સેન્ટ્રલ મેડિકલ સ્ટોર’ બનાવવાની મંજૂરી આપવામાં આવી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે, લેપ્રસી હોસ્પિટલ ખાતે મેન્ટલ હોસ્પિટલ માટેની પણ મંજૂરીઓ કોરોનાની મહામારી વચ્ચે આપી દીધી છે. કોરોનામાં આપણે અમેરિકા જેવા સાધન સંપન્ન દેશોની સરખામણીમાં આપણે માનવખુવારી ઓછી થઈ છે. તેની પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોરોના માટેની સુદ્રઢ કામગીરી અને અવિરત લડાઇ રહેલી છે.

તેમણે ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ સાથે લોકોએ પણ કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન કર્યું છે તે માટે અભિનંદન આપતા કહ્યું કે, ભાવનગરમાં કેન્સરને લઈને કોઈપણ નાગરિકાના મૃત્યુ ન થાય તેવી નેમ સાથે કોરોના વચ્ચે પણ આ કામ અગ્રતાના ધોરણે પૂર્ણ કર્યું છે. કેન્સરના રોગની સારવારમાં દર્દીને રૂા. 5થી 10 લાખનો ખર્ચો કરવો પડે છે. પરંતુ આપણે મા વાત્સલ્ય, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ દ્વારા આ કેન્સરની સારવાર નિઃશૂલ્ક કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે ખર્ચ સામે જોયાં વગર સેવા કરી છે. માત્ર કોરોનાની વિનામૂલ્યે સારવાર- સુશ્રૂષા અને ઇન્જેક્શન માટે છેલ્લાં દોઢ વર્ષમાં પ્રાથમિક અંદાજે રૂ. 5 હજાર કરોડનો ખર્ચ કરી રાજ્યનાં નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવી છે. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, આજે ભાવનગરનાં ઇતિહાસમાં અવિશ્વસ્મરણીય કાર્ય સાકાર થઈ રહ્યું છે. અત્યાર સુધી ભાવનગરનાં લોકોને સારવાર લેવા માટે ભાવનગરની બહાર જવું પડતું હતું. પરંતુ હવે ભાવનગર ખાતે જ આ સગવડ ઉભી થતાં અમદાવાદના ડોક્ટરો ભાવનગરમાં ભાવનગરના વાસીઓની સેવા કરવાં માટે આવશે.

તેમણે કહ્યું કે, વિજય રૂપાણીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા બતાવી રાજ્યમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઉભી કરી રહ્યાં છીએ. જેનો લાભ રાજ્યના નાગરિકોને ખાસ કરીને છેવાડાના માનવીઓને મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં ઓક્સિજન વગર એકપણ નાગરિક મૃત્યુ ન થાય તેવી અથાગ સેવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં થઈ છે. સર ટી. હોસ્પિટલ માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ વિશેષ ધ્યાન આપીને ભાવનગરની લાગણી-માંગણી સંતોષી છે તે માટે આભારની લાગણી પ્રગટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp