નીતિન પટેલે સરદાર સરોવર નર્મદા યોજના પાછળ ખર્ચ કેમ વધ્યો તેનું કારણ કહ્યું

PC: indiatimes.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, નર્મદા યોજના કોઈ પક્ષ કે સરકારની નહીં સમગ્ર ગુજરાતની યોજના છે અને આ યોજનાની મુખ્ય કેનાલના 458 કિ.મીનું કામ 1993માં પૂરું કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા યોજનાના વિવિધ કેનાલોના કામો અંગે તેમણે જણાવ્યું કે, નર્મદાની નહેરો માટે જરૂરી ખેડૂતોની કિંમતી જમીનનું સંપાદન સહમતિથી અને પૂરતું વળતર આપી કરવામાં આવે છે.

નર્મદાના કમાન્ડ એરિયામાં સિંચાઈ બાબતે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2018 સુધી 18.45 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવાના લક્ષ્યાંક સામે 16.51 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાથોસાથ વધુ પાણી આવે ત્યારે નદીમાં છોડવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રીએ નર્મદા યોજનાનાં કુલ ખર્ચ બાબતે જણાવ્યું કે, સરદાર સરોવર નર્મદા યોજના પાછળ 70167.55 કરોડ ખર્ચ થયો છે, પરંતુ ખર્ચ વધવાનું કારણ જમીનની કિંમતો વધવા સાથે જમીન સંપાદનમાં ખેડૂતોની સંમતિ સાથે અભ્યારણો, ગેસ, ઓઇલ જેવી જરૂરી વિભાગોની મંજૂરી છે.

નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવિધ કેનાલોના બાકી કામોની વિગત આપતા જણાવ્યું કે, તારીખ:31.03.2019ની સ્થિતિએ નર્મદા યોજનાની શાખા નહેરની અંદાજિત લંબાઇ 2730.58 પૈકી 110.98 કિ.મી., વિશાખા નહેરોની અંદાજિત લંબાઈ 4569.41 પૈકી 209.82 કિ.મી., પ્રશાખા નહેરોની અંદાજિત લંબાઇ 15669.94 પૈકી 1691.44 કિ.મી. તથા પ્રપ્રશાખા નહેરોની અંદાજિત લંબાઈ 48319.94 પૈકી 8783.57 કિ.મી. લંબાઈમાં કામ બાકી છે.

બાકી કામના કારણો આપતા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, જમીન સંપાદન, જંગલ- અભયારણ્ય, નહેરો, રેલવે, રસ્તા, ગેસ, ઓઇલ, ટેલિફોન, ઈલેકટ્રીક લાઈન જેવી બાબતોમાં સંબંધિત વિભાગની મંજૂરી મળ્યા બાદ વહેલામાં વહેલી તકે પૂરી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp