લ્યો બોલો! મુખ્યમંત્રીના મત વિસ્તારમાં જ પીવાનું પાણી નહીં

PC: indianexpress.com

ગુજરાતમાં પીવાના પાણીની કોઈ કટોકટી નહીં રહે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણી વારંવાર જાહેર કરી રહ્યાં છે. પણ તેમના મત વિસ્તારના રૈયાધાર વિસ્તારમાં જ પાણીની ગંભીર સ્થિતી છે. અહીંના લોકોને 8 દિવસે પાણી આવે છે. અહીં 14,000 લોકો પરેશાન થઈ રહ્યાં છે. લગભગ પાંચ હજાર ઘરમાં પાણી ટેન્કરથી આપવામાં આવી રહ્યું છે. ટેન્કર આવે ત્યારે પાણી મળે છે. 4થી 8 દિવસે પાણી મળે છે. તેથી બહારથી પણ પાણી મંગાવવું પડે છે.

માત્ર ઊનાળામાં જ નહીં પણ ચોમાસામાં પણ અહીં આવી હાલત હોય છે. તે મુખ્યમંત્રી વિજય રૂપાણી સારી રીતે જાણે છે. તેમ છતાં તે સમસ્યાના ઉકેલ માટે તેમણે ક્યારેય ગંભીરતા દાખવી નથી. ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાથી ભાજપ હંમેશા ગરીબ લોકોનો કોઈ ખ્યાલ રાખતો નથી એવી પ્રજામાં જે છાપ ઊભી થઈ છે. તે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ગરીબ લોકોને કોઈ સુવિધા આપવી નહીં અને જ્યારે મત આપવાના થાય ત્યારે તેમને દારુ, ચવાણું અને નાણાં આપી દેવા એવી નીતિ ભાજપના નેતાઓની સમગ્ર રાજ્યમાં રહેતી આવી છે. એવું અહીં રૈયાધારમાં પણ જોવા મળે છે.

રૈયાધાર વિસ્તારની મહિલાઓ હૈયાફાટ આંસુ સારી લે છે. રાજકોટમાં ડેમમાં પાણી નાંખીને કિંમતી પાણીનો બગાડ ભાજપ સરકાર કરી રહી છે. પણ અહીં રોજ પાંચ ટેંકર ભાજપ સરકાર આપી શકતી નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં અહીંના હજારો લોકોને ન્યાય મળતો નથી. મુખ્યમંત્રીના મત વિસ્તારમાં જ જો લોકોની આવી હાલત હોય તો પછી આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાની કેવી ખરાબ હાલત હશે તે કલ્પના થઈ શકે છે તેમ અહીંના લોકો કહી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp