મા અંબાનો દરરોજ 4 હજાર કિલો પ્રસાદ બને છતા ક્યારેય કીડી-મંકોડા ચડતા નથી

PC: go2india.in

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મળતા પ્રસાદમાં ક્યારેય કીડી-મંકોડા ચઢતા નથી. પ્રતિદન આ મંદિર પરિસરમાં 4000 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. આ પ્રસાદના પેકેટ બનાવવા માટે 60 મહિલાઓ અને 40 પુરૂષો કામ કરે છે.

આ પ્રસાદનું એક મહત્વ છે. મહુડીમાં જેમ સુખડીનો પ્રસાદ જીવજંતુ મુક્ત હોય છે તેમ અંબાજીનો મોહનથાળનો એકધારો પ્રસાદ પણ જીવજંતુ મુક્ત છે. માતાજીના ધામમાં જ્યાં પ્રસાદ મૂકવામાં આવે છે ત્યાં કીડી-મંકોડા ચઢતા નથી. પ્રસાદની શુદ્ધતા અને ગુણવત્તાનો ખ્યાલ રાખવામાં આવે છે. મંદિર પરિસરમાં દર વસ્થે 12 લાખ કિલોગ્રામ પ્રસાદ બને છે અને તેના બઘાં મળીને એક કરોડ પેકેટ બનાવવામાં આવે છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં કકરો બેસન, ઘી, ખાંડ, ઇલાયચી ને દુધનું મિશ્રણ કરવામાં આવે છે. માતાજીના ધામમાં જ્યાં પ્રસાદ બને છે અને જ્યાં તે રાખવામાં આવે છે તે ભંડારામાં કીડી-મંકોડા જોવા મળતા નથી. ચોમાસામાં પણ આવા જીવજંતુ આવતા નથી.

અંબાજી મંદિર ટ્રસ્ટને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી ઓડીટ એજન્સી દ્વારા તપાસણીનાં અહેવાલો સુપરત કરાયાં બાદ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને બી.એચ.ઓ.જી (બ્લીસફુલ હાયઝેનીક ઓફરીંગ ટુ ગોડ) નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ છે.

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો છે. ભારતમાં 358 સુવર્ણ કળશ ધરાવતું આ એક માત્ર શક્તિપીઠ છે. અને 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ સ્થળે વર્ષે 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp