ગુજરાતમાં એટલા દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત

PC: indianexpress.com

ગુજરાતમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદ માટે હજુ પણ ખેડૂતોને રાહ જોવી પડશે તેવા સમાચાર હવામાન વિભાગ પાસેથી મળ્યા છે. કેટલીક જગ્યાઓ પર વરુણદેવને રીઝવવા માટે લોકો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાઓ પર વેપારીઓ દ્વારા બંધ પાડીને વરુણદેવને મેઘ મહેર કરવા માટેની પ્રાર્થના કરવામાં આવે છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય ના હોવાના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતાઓ નહીંવત છે . હવામાન વિભાગ દ્વારા માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતાઓ નહીંવત હોવાનું જણાવાઈ રહ્યું છે.

જૂન મહિનામાં સામાન્ય વરસાદ કરતા 33 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. જેના કારણે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્ય પર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે પાંચ દિવસથી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp