બીટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે નીકળ્યું બિન જામીનપાત્ર વોરન્ટ

PC: dnaindia.com

બીટકોઈન કેસમાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે અમદાવાદ સેશન્સ કોર્ટના જજ પીજે તમાકુવાલાએ બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ફરાર નલિન કોટડીયાને ઝડપી લેવા માટે કોર્ટ સામે અરજી કરી વોરંટની માગણી કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

12 કરોડના બીટકોઈન  પડાવી લેવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના નામનો ઉલ્લેખ થતા તેમણે આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે આરોપ મૂક્યા હતા બીજી તરફ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે કોટડીયાને સમન્સ પાઠવી પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. બબ્બે સમન્સ બાદ તેમણે તારીખ 12મી સુધીનો સમય આપવા માગણી કરી હતી જોકે ત્યારબાદ પણ તેઓ સીઆઇડી સામે હાજર થયા નહોતા કોટડીયાને શોધવા માટે સીઆઇડીએ ધારી ખાતેના તેમના નિવાસસ્થાન સહિત સંખ્યાબંધ સ્થળે તપાસ કરી નિવેદન નોંધ્યા હતા.

સીઆઇડીએ સીઆરપીસી 70 પ્રમાણે નલિન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની માંગણી કરતા તેઓ ફરાર છે અને તેમને શોધવા માટે થયેલા પ્રયત્નો છતાં તેઓ મળી આવ્યા નથી. તેઓ કારણ દર્શાવી સીઆઇડી દ્વારા તેમની સામે બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યૂ કરવાની માગણી કરી હતી જજ તંબાકુવાલાએ સીઆઇડીની રજૂઆત ધ્યાનમાં લઇ વોરન્ટ ઈશ્યુ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વોરંટ બાદ પણ કોટડિયા મળી આવે નહીં તો સીઆઇડી દ્વારા તેમને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp