26th January selfie contest

ધોલેરામાં ખેડૂતોની જમીન તાબડતોડ લઈ લેવા નોટિસ

PC: khabarchhe.com

ધોલેરા સ્માર્ટ સિટી જ્યાં બનવાનું છે તે 22 ગામ ભાંગીને એક ઔદ્યોગિક શહેર છેલ્લા 16 વર્ષથી બની રહ્યું છે. આ ગામના 3600 ખેડૂતોને જમીન આપી દેવા નોટિસ આપવામાં આવતાં ખેડૂતોએ વિરોધ કર્યો છે. 8 ગામમાં 3 ટાઉન પ્લાનીંગ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગ હેઠળના સરની ટાઉન પ્લાનિંગની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે કે ખેડૂતોએ તેમની જમીન અંગેના રેકોર્ડ આપી જવા. નહીંતર સરકાર પાસે જે રેકર્ડ છે તેના આધારે નિર્ણય લેવામાં આવશે.

આવી આકરી નોટિસ બાદ ખેડૂતો ધોલેરા સરની ટાઉનપ્લાનિંગ કચેરી ખાતે ધસી ગયા હતા. ખેડૂતોએ આરોપ મૂક્યો હતો કે હાઈ કોર્ટમાં કેસ હોવા છતાં આ નોટિસ આપીને ડરાવવામાં આવી રહ્યાં છે. નોટિસનો વિરોધ કરવા માટે 3600 ખેડૂતો સરકારી કચેરીએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. ખેડૂતો છેલ્લાં 10 વર્ષથી પોતાની જમીન નહીં આપવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે અને ધેલેરા સર એક્ટ 2009નો પણ સતત વિરોધ કરી રહ્યાં છે.

ભાલ બચાવો સમિતિ બનાવીને ખેડૂતો સફળતાપૂર્વક લડી રહ્યાં છે. હવે સરકાર જબરજસ્તી અને બળાત્કારે જમીન લઈ લેવા પર ઉતરી આવી છે. એક માત્ર ધોલેરા સરમાં જ કપાતની જમીનના ખેડુતોને જંત્રી મુજબના વળતર પણ સરકાર ચૂક્વશે. પણ જમીન સામે જમીન નહીં આપે. ટી.પી. સ્કીમોમાં જમીન લઈ લેવામાં આવી રહી છે. ખેડૂતોની જમીન હડપ કરીને રાજકારાણીઓ અને માલેતુજારોને સવલતો આપવામાં આવી રહી હોવાનું ખેડૂતો માની રહ્યાં છે.

ખેડૂતોની જમીન લેવી હોય તો તેની સામે જમીન સરકાર આપે એવી પણ કેટલાંક ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. જે ગામની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જમીન જઈ રહી છે તેવા ગામમાં ઓતારીયા, સાંઢીડા, ચેર, મુંડી, સોઢી, સાંગાસર અને ધેલેરાનો સમાવેશ થાય છે. આ ગામોની કેટલીક જમીન રાજકારીઓએ બેનામી સંપત્તિ તરીકે ખરીદી છે. જે મોટા ભાગે ભાજપના નેતાઓ છે. તેઓ હવે આ જમીનની 10 ગણી કિંમત મેળવશે. તેના ઉપર પોતાના સ્કીમ પણ મૂકશે.

તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તક આવતાં શહેર વિકાસ વિભાગ કોઈ પણ રીતે ખેડૂતોની જમીન લઈ લેવા માંગે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. 6 ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા આગામી વર્ષોમાં સ્માર્ટ સીટીનું નિર્માણ કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp