નલિન કોટડીયા વિરુદ્ધ કોર્ટે બહાર પાડ્યું જાહેરનામું

PC: deshgujarat.com

બહુચર્ચિત બીટકોઇન કેસમાં છેલ્લા ઘણાં સમયથી ફરાર અને CIDથી ભાગી રહેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા વધુ એક મુશ્કેલીમાં ફસાયા છે. કોર્ટે તેમની વિરુદ્ધ આદેશ જાહેર કર્યો છે. 18 જૂનના રોજ અમદાવાદની કોર્ટે કોટડીયાને એક મહિનાની મુદ્દત આપી હતી અને 30 દિવસમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. પરંતુ 25 દિવસ બાદ પણ નલિન કોટડીયાનો કોઈ અત્તો પત્તો ન હોવાથી અમદાવાદ સિટી સેશન કોર્ટે નલિન કોટડીયાને હાજર થવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. નલિન કોટડીયાના ધારીમાં મામલતદાર કચેરી અને બસ સ્ટેશન નજીક પેટ્રોલ પંપ સહિતની અનેક જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે, આગામી 5 દિવસમાં નલિન કોટડીયા હાજર થાય છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp