ગુજરાતના મંત્રીઓ માટે આનંદના સમાચાર, મળશે 15 લાખ સુધી મેડિકલ ખર્ચ

PC: meranews.in

હાલના ધારાસભ્યો અને ભૂતપૂર્વ ધારાસભ્યો તેમજ તેમના પરિવારજનોની તબીબી સારવાર માટે સરકાર દ્વારા એક નવી નીતિ બનાવવામાં આવી છે. આ વર્ષે સરકાર નેતાઓ અને ધારાસભ્યો પર વધારે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, થોડાં મહિનાઓ પહેલા ધારાસભ્યને મળતા ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે હાલના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના પરિવારના લોકોના આરોગ્ય અંગે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની રજૂઆતોના કારણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ધારાસભ્યો અને નેતાઓને તમામ સરકારી, સરકાર સંલગ્ન, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી મેડિકલ કોલેજોમાં લીધેલી સારવારનો ખર્ચ આ નવી નીતિ અંતર્ગત મળવા પાત્ર થશે. આ નવી નીતિ અંતર્ગત 15 લાખ સુધીની સારવારનો ખર્ચ સીધો મળવા પાત્ર થશે અને જો 15 લાખથી વધુનો ખર્ચ થયો હશે તો તેમાં મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીની મંજૂરી જરૂરી રહેશે.

આરોગ્ય મંત્રીએ બહાર પાડેલી આ નવી નીતિનો લાભ વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી, વિપક્ષના નેતા, સંસદીય સચિવ, મુખ્ય દંડક, નાયબ મુખ્ય દંડક, હાલના અને ભૂતપૂર્વ ધારાસભ્યો અને તેમના આશ્રિત કુટુંબોને મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp