હવે બટાટા વીણીને નહીં લેવા પડે, સરખા કદના પેકિંગમાં જ મળશે

PC: khabarchhe.com

ખેડા અને અરવલ્લી જિલ્લામાં 14 પ્રોસેસિંગ યુનિટો બનશે.  જેમાં દરેકની કિંમત રૂ.15 લાખ છે. બનાવનાર વેપારીઓએ 3.75 લાખ રકમ જ કાઢવી પડશે. બેંક 11 લાખ લોન આપશે. સરકાર રૂ.6 લાખ સબસિડી આપશે. એક હજાર મેટ્રિક ટન બટાટા પ્રોસેસ કરવાની ક્ષમતા છે. આમ 14 હજાર ટન બટાટા પ્રોસેસ કરીને એક સરખા કદના પેકીંગ કરવામાં આવશે.

ખેડાના કઠલાલ, લાસુંદ્રાએમ બે યુનિટ છે. અરાવલીમાં માલપુરમાં બે યુનિટ, બાયડમાં જંત્રાલ કંપામાં 3 યુનિટ શરૂ કરાશે. મોડાસાના ટીન્ત્રોય, મોડાસા છે.  વડગામ,  ગાંધીનગરના દહેગામના વડસર, હલીસા છે. તલોદના મોહનપુર, હિંમતનગરના રાયપુરનો સમાવેશ થાય છે.ઓટોમેટિક મશીન રૂ.2થી 7.50 લાખનું આવે છે.

 25 તાલુકા બટાટા પકવે છે, જ્યાં ગ્રેડિંગની જરૂર છે

શાકભાજી, પ્રોસેસીંગમાં કાતરી-વેફર, ફેંચ, ફ્રાઈઝ, ડીહાઈડ્રેટેડ બનાવટો, લોટ બનાવવા, કાપડ ઉદ્યોગમાં કાંજી અને દારૂ બનાવવા વપરાય છે. ગુજરાતમાં 25 તાલુકામાં બટાટા થાય છે. ડીસા, વજગામ, દાંતીવાડા, ધાનેરા, પાલનપુર, લાડોલ, વિજાપુર, નાંદોલ, દહેગામ, માણસા, ચકલાસી, બોરીયાવી, કણજરી, છાણી, લુણાવાડા, મોડાસા, પ્રાંતિજ, ધનસુરા, ઈડર, પ્રાંતિજ, જામનગર, દ્વારકા, અંજાર અને માંડવી તાલુકામાં બટાટા પાકે છે.

બે જાતનું 75 ટકા વાવેતર

ગુજરાતમાં લેડી રોસેટા 40.50 ટકા અને કુફરી પુખરાજ 33.3 ટકાનો વાવેતરમાં ફાળો છે. સૌથી વધું લોકપ્રિય વેરાયટી છે. એવું બટાટા સંશોધન સંસ્થા દ્વારા સરવેના આધારે નકકી થયું છે. ઉપરાંત કુફરી બાદશાહ, કુફરી લોકર પણ છે. આ જાતોનું 90 ટકા વાવેતર ગુજરાતમાં થાય છે.

શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે. 2021માં ઉત્પાદન 40 લાખ ટનને પાર કરી ગયું છે.

ખરેખર તો વેરાઈટી પ્રમાણે ગ્રેડીંગ થાય તો ગ્રાહકોને વપરાશ માટે ખ્યાલ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp