સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતા લોકો માટે ખુશીના સમાચાર, આ નિયમમાં થયો ફેરફાર

PC: youtube.com

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતામાં વધારો થતો જાય છે. દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે અને હજુ પણ આ સ્થળની લોકો વધારે મુલાકાત લેવા માટે પહોંચે તે માટે તંત્ર નવા-નવા પર્યટક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. દિવાળીના તહેવારને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જતા લોકો માટે ખૂશીના સમાચાર મળી રહ્યા છે. અન્ય દિવસોમાં સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ પર મેન્ટેનન્સના કામ માટે આ સ્થળને બંધ રાખવામાં આવે છે પરંતુ દિવાળીના તહેવારના લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પણ શરૂ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ. કે. પટેલે સત્તાવાર રીતે એક નિવેદન આપીને પ્રવાસીઓના હિતમાં નિર્ણય કર્યો છે.

આ નિર્ણય કરવાનું કારણ એ છે કે, દિવાળીની રજામાં લોકો ફરવા જવાનું વધારે પસંદ કરે છે અને આ વખતે 28 તારીખ દિવાળીના પર્વની રજા આવે છે. લોકોને કોઈ પણ પ્રકારની અગવળતાનો સામનો ન કરવો પડે અને સ્ટેચ્યુ યુનિટી સ્થળ પરથી પરત ન જવું પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજી એક ખૂશીના સમાચાર એ છે કે, સ્ટેચ્યુ યુનિટી સ્થળની નજીક જંગલ આવેલુ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ પર શરૂ કરવામાં આવેલી હેલીકોપ્ટર સેવાના કારણે વન્ય પ્રાણીઓમાં ભયનો માહોલ જોવા મળતા. વનમંત્રાલય દ્બારા હેલીકોપ્ટર સેવા બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેથી બે મહિના માટે હેલીકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. લોકોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને હેલિકોપ્ટરની જગ્યા પર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp