હવે માત્ર 2 નહીં ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરવા પડશે: મોહન ભાગવત

PC: aajtak.in

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરના એક કાર્યક્રમમાં ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું કે હવે, ભારતમાં માત્ર 2 બાળકો નહીં, પરંતુ ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરવા પડશે.

મોહન ભાગવતે વસ્તી વૃદ્ધી દરમાં ઘટાડા અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, આધુનિક વસ્તી વિષયક વિજ્ઞાન કહે છે કે કોઇ પણ સમાજનો વસ્તી વૃદ્ધિ દર જો 2.1 થી નીચો આવે તો એ સમાજ દુનિયામાંથી ખતમ થઇ જાય છે. આ રીતે અનેક ભાષા અને સમાજ નષ્ટ થઇ ગયા છે.

ભારતમાં અત્યારે વસ્તી વૃદ્ધિ દર 1.9 ટકા હોવાનું જાણવા મળ્યું છે. ભાગવતના નિવેદનથી રાજકારણમાં એટલા માટે ગરમાટો આવ્યો છે કે કેન્દ્ર સરકાર તો ફેમિલી પ્લાનીંગ પર કાયદો લાવવાનું વિચારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp