અમદાવાદમાં કોરોનાની આ બદલાતી પેટર્ન શહેરીજનોની ચિંતા વધારી રહી છે

PC: Mirror.com

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર જોવા મળી રહી છે. પણ હવે રાક્ષસી બીમારી કોરોનાની પેટર્ન બદલાઇ રહી છે. અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ છે. પણ ચિંતા એ વાતની છે કે, હવે કોરોનાએ બીજી લહેરમાં પેટર્ન બદલીને કહેર વરસાવી રહી છે. પહેલા કરતા વધારે જોખમી અને ખતરનાક સાબિત થઈ રહેલી આ બીમારીને ધ્યાને લઈને રાત્રી કર્ફ્યૂ પણ લાગુ કરી દેવાયો છે.

ઘરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાંથી પાંચ એવા પરિવારો મળ્યા છે જેમાં તમામ પરિવારજનો પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાંથી પણ આવો કેસ સામે આવ્યો છે. જ્યાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ એવા પરિવાર મળ્યા છે જેમાં પહેલા એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો. ત્યાર બાદ એના બીજા પરિવારજનોની તપાસ કરતા એનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કુલ પાંચ પરિવારના 24 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતામાં એકાએક વધારો થયો છે. કોરોના વાયરસ સંક્રમણની પેટર્ન બદલતા સૌથી મોટી સમસ્યા હોમ આઈસોલેશનની થશે. કારણ કે, પહેલા કોઈ સભ્ય પોઝિટિવ આવ્યા બાદ ઘરમાં જગ્યા હોય તો હોમ આઈસોલેટ કરી દેવાતા હતા. જેથી પરિવારના બીજા સભ્યોની દેખરેખ રાખી શકે. વધુ સારી સારસંભાળ રાખી શકે. આ ઉપરાંત દર્દી પણ સ્ટ્રેસ ફ્રી રહી શકે. પણ હવે સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ થતા હોમ આઈસોલેશન શક્ય નથી.


જ્યારે ભારત દેશમાં કોરોના વાયરસ પીક પોઈન્ટ પર હતો એ દરમિયાન સમગ્ર પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ થયા હોય એવા એકાદ-બે કેસ સામે આવ્યા હતા. જોકે, અમદાવાદના દાણીલિમડા વિસ્તારમાં એક જ દિવસમાં એક જ સોસાયટીમાં રહેતા 30 લોકો પોઝિટિવ આવ્યા હતા. એમાં પણ મોટાભાગના લોકો એક જ પરિવારના હતા. આ દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના કોરોના વાયરસથી મૃત્યુ થયા હતા. આ પછી આ પ્રકારના કેસમાં ઘટાડો થતો ગયો. પણ હવે એક જ સોસાયટીમાં પાંચ પરિવાર પોઝિટિવ આવ્યાના કેસ વધતા ચિંતા વધી રહી છે. સર્વત્ર ઠંડીનો માહોલ વધી રહ્યો છે. એવામાં શરદીના કેસ વધતા કોરોનાનું જોખમ વધી રહ્યું છે. શહેરના સફલ પરિસરમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. 100થી વધારે કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ છે. ખાસ કરીને બોડકદેવથી બોપલ સુધીનો વિસ્તાર કોરોના ઝોન બની ગયો હોય એવો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp