4 કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા અધિકારીઓની થશે બદલી

PC: zeenews.com

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર લોકોના કામ સરળ કરવા માટે એક પછી એક નિર્ણયો લઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં એક પણ અનુભવી મંત્રીને સ્થાન મળ્યું નથી. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના સમયે નો રીપીટની થીયરી અપનાવવામાં આવી છે. ત્યારે હવે નવી સરકાર વહીવટમાં પારદર્શિતા અને લોકોના મનમાં સ્વચ્છ છબી ઉભી કરવા માટે તંત્રમાં મોટાપાયે ફેરફાર કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના મંત્રીઓએ તેમની જવાબદારી સાંભળી લીધી છે. ત્યારે હવે સરકારના અનેક વિભાગમાં છેલ્લા લાંબા સમયથી એક જ હોદ્દા પર ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીઓને બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

CMO દ્વારા તમામ વિભાગને સચિવોને આદેશ કરવામાં આવ્યો છે કે, 4 વર્ષથી તેથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા અધિકારીઓની યાદી બનાવીને સોંપવામાં આવે. આ યાદીના આધારે બદલીનો રિપોર્ટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જેથી સચિવાલયના વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં પણ ફેરફાર થશે. મહત્ત્વની વાત છે કે, ઉદ્યોગ વિભાગ, ગૃહ વિભાગ, મહેસુલ વિભાગ, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ વિભાગના સહિતના વિભાગોમાં ઘણા અધિકારીઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ઘણા અધિકારીઓની નિવૃત્તિ બાદ કરાર આધારિત તેમની જે જગ્યા પર જ નિમણૂક થઇ છે. તેથી હવે આ તમામ અધિકારીઓની બદલી કરવામાં આવશે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એક જ જગ્યા પર ફરજ નિભાવતા અધિકારીઓ સ્થાપિત હિત ધરાવતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને મળી હતી તેથી મુખ્યમંત્રી કાર્યલય એટલે કે CMO પરથી અલગ-અલગ વિભાગના સચિવોને આદેશ કરવામાં આવ્યો છે કે, તેમના વિભાગમાં 4 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર પોસ્ટીંગ પર રહેલા અધિકારીઓની યાદી બનાવીને CMOને સોંપવામાં આવે. CMO દ્વારા વર્ગ 1 અને 2ના અધિકારીઓની યાદી મગાવવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ અગાઉ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોના કામ કરવા માટે મહેસુલ વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી લાંચની માગણી કરે તો મોબાઈલની મદદથી તેનું શૂટિંગ ઉતારીને વિભાગને મોકલી આપવું. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓને સુચન કર્યું છે કે, TRBના જવાનો રસ્તા પર વાહન ચાલકોને અટકાવીને વાહન ચાલકની પાસેથી દંડની વસૂલાત કરે તો તેની સામે અધિકારીઓએ કાર્યવાહી કરવી. એટલે સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર પર લગામ કસવા નવા મંત્રીઓએ કામગીરી શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp