મારામારીની ઘટના અંગે પરેશ ધાનાણીએ આપ્યું નિવેદન

PC: indianexpress.com

વિધાનસભામાં બનેલી મારામારીની ઘટના અંગે અનેક નેતાઓએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું અને જેટલા લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે, તેમણે બધાએ આ ઘટનાને વખોડી નાખી છે. આ શરમજનક ઘટના અંગે વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પહેલા અપશબ્દો બોલ્યા, ત્યારબાદ કોંગ્રેસ ધારાસભ્યોએ મારામારી શરૂ કરી હતી. આ BJPની પણ એક ચાલ છે. કોઈપણ કારણોસર કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાવવા માટેનું કાવરતું થઈ રહ્યું છે. BJPના ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરતા હતા અને ગમે તેવા અપશબ્દો બોલાતા હતા. આ વિપક્ષને વિધાનસભામાંથી દૂર કરવાનું એક ષડયંત્ર છે. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ ગાંધીનગર પોલીસ સ્ટેશન મારામારીની ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે પણ ગયા હતા અને અને પરેશ ધાનાણીએ તાકિદે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.

ભરતસિંહ અને હર્ષ સંઘવીનું આ ઘટના પર નિવેદન...

  • કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આ લોકશાહીની હત્યા છે. મારામારીની શરૂઆત ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે શરૂ કરી હતી, તેમણે સૌપ્રથમ પ્રશ્નોત્તરી દરમ્યાન પ્રતાપ દૂધાતને માઈક મારતા મામલો બિચક્યો હતો.
  • હર્ષ સંઘવીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન થયેલી ભાજપ કોંગ્રેસ વચ્ચેની મારામારીને વિધાસભાના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના નિંદનિય છે. કોંગ્રેસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. અમે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરીશું.
  • ગુજરાત વિધાનસભામાં મારામારી બાદના વરવા દૃશ્યો બાદ ધારાસભ્ય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આપી હોવાનો આક્ષેપ છે. જેને પગલે ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને રજૂઆત કરવા ગયા હતા.

જુઓ વીડિયો...

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp