આ તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

PC: gujarati.news18.com

ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે કે ખેડુતો માટે ચિંતા ઉભી કરી શકે છે. તેમણે કહ્યું છે કે,ગુજરાતમાં 3થી 9 ડિસેમ્બર કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

ગોસ્વામીએ કહ્યું છે કે, દક્ષિણમાં ઉભી થયેલી ફેંગલ વાવાઝોડાની સ્થિતિ અને બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બેક ટુ બેક ડિસ્ટર્બન્સ ઉભું થવાને કારણે  3થી 9 ડિસેમ્બરમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

ખાસ કરીને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા નવસારીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડશે એમ પણ ગોસ્વામીએ કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp