સુરતમાં પાટીદાર સમાજની વાડીનું ભાડું ઘટાડવાની માગને લઇ ટ્રસ્ટી જ ધરણા પર બેઠા

PC: facebook.com/haresh.kevadiya

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સમસ્ત પાટીદાર સમાજની વાડીના હોલમાં જ સમસ્ત પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ દ્વારા ધારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી ગોપાલ ચમારડી પણ આ ધારણામાં જોડાયા હતા અને તેમને 500 જેટલા સોસાયટીના હોદ્દેદારોનું સમર્થન મળ્યું હતું. ખૂદ ટ્રસ્ટીઓએ જ ધરણા કરીને વાડીનું ભાડું ઘટાડવાની માગ કરી છે. જે સોસાયટીના સભ્યો આ ધારણામાં ઉપસ્થિતિ રહી શક્યા નહોતા તેમને સોસાયટીના લેટરપેડ પર લેખિતમાં પોતાનું સમર્થન વાડીનું ભાડું ઘટાડવાની માગને આપ્યું હતું.

આ બાબતે ટ્રસ્ટી ગોપાલ ચમારડીએ જણાવ્યું હતું કે, મે આ વાડીની અંદર અવાર-નવાર રજૂઆત કરી કે, અત્યારે મંદીનો માહોલ છે અને વાડીનું ભાડું ખૂબ વધારે છે કે, તે મધ્યમ અને ગરીબ લોકોને પોસાય શકે તેમ નથી. આ હેતુથી મે અવાર-નવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ટ્રસ્ટીએ મારી વાત પર ધ્યાન ન દીધું એટલા માટે એક દિવસના ઉપવાસ પર બેસવું પડ્યું છે. મારી એક વિનંતી છે કે, આવા સમયની અંદર લોકોના પગાર અડધા થઇ ગયા છે, ત્યારે તમારે લોકો પાસેથી તગડા ભાડા લઇને ક્યા જવું છે.

સમસ્ત પાટીદાર સમાજ વાડી ના ભાડા ઘટાડવા માટે પ્રતિક ઉપવાસ

Posted by Gopalbhai Chamaradi on Saturday, 12 October 2019

એક-એક વસ્તુ પર ધ્યાન દોરવામાં આવે તો 3 રૂપિયાની ડીસના 13 રૂપિયા લેવાય છે, 600 રૂપિયાના ખરીદ કિંમતે મળતા કાર્પેટનું 300 રૂપિયા ભાડું લેવામાં આવે છે. જે સોફા પર દીકરા-દીકરીને બેસાડવામાં આવે છે, તેની કિંમત 4000 રૂપિયા છે અને આ સોફાનું ભાડું 2000 રૂપિયા લેવામાં આવે છે. આ સમાજનો નાનો માધ્યમ વર્ગ આ સમયની અંદર 20 હજારની કમાણી કરતા લોકો 10 હજાર રૂપિયા કમાવવા માટે ફાફા મારે છે, ત્યારે સમાજના હિત માટે મારા દિલની અંદર લાગ્યું કે, મારા સમાજ પ્રત્યે મારે કંઇક કરવું જોઈએ. મારે મારા સમાજના આગેવાનો સાથે કોઈ દ્વેષ નથી અને જો 40% ભાડું કરવામાં આવે તો ઘણા લોકોને ફાયદો થશે. આ ઉપરાંત 40% ભાડું કરવાથી પણ ઘણા ફાયદાઓ છે કે, આ વાડી જે ખાલી રહે તે ખાલી નહીં રહે. આ નિર્ણયથી આવકમાં કોઈ ફરક થવાનો નથી.

સમાજ હિત માટેની લડાઇ માટે પ્રતિક ઉપવાસ પ્રારંભ

Posted by Gopalbhai Chamaradi on Friday, 11 October 2019

15 ઓક્ટોબરના રોજ મારી ટ્રસ્ટીઓને એક જ રજૂઆત હશે કે, 15 તારીખે જે મીટીંગ કરવામાં આવે તે લાઈવ કરવામાં આવે. મીટીંગ હોલની બહાર એક LED ટીવી મૂકવામાં આવે અને સમાજના લોકો આ મીટીંગ જોઈ શકે કે, સમાજ પ્રત્યે લાગણી કોની છે. જો સમાજ પ્રત્યે લાગણી સારી હશે તો લાઈવ કરો. આ ઘટાડો કાયમી ન કરો તો કઈ નહીં પણ માત્ર એક વર્ષ માટે તો કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp