રાજકોટમાં ખેડૂતોએ મગફળીનો પાક અને મગફળીના પથારા સળગાવી વિરોધ કર્યો

PC: youtube.com

માવઠાના મારના કારણે ખેડૂતોની હાલત કફોળી બની છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. મગફળી જમીનની અંદર જ ઉગી ગઈ હતી. ખેડૂતોએ બિયારણ અને દવા માટે જેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો, તે ખર્ચ પણ ખેડૂતોને પરત ન મળે તેવી હાલત રાજકોટના ખેડૂતોની છે.

રાજકોટના પડધરીના મોવૈયાના ખેડૂતોએ પાસે વરસાદથી ખરાબ થઇ ગયેલી મગફળી અને મગફળીના પથારા સળગાવીને વિરોધ કર્યો હતો. ખેડૂતોએ 15 વીઘા જમીનમાં મગફળી સળગાવી હતી. મહત્ત્વની વાત છે કે, કમોસમી વરસાદ પછી મગફળીના ખરાબ પાકને ખેતરમાંથી નિકાલ કરવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોવાના કારણે તેમને મગફળી અને પાથરા સળગાવવાનો વારો આવ્યો હતો.

આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે, વરસાદના કારણે પાક એટલો ખરાબ થઇ ગયો છે કે, તેનો ઉપયોગ પશુઓના ચારા માટે અને ખાતર માટે પણ કરી શકાય તેમ નથી એટલા માટે આ પાક્સને સળગાવવાનો વારો આવ્યો છે.

આ સમગ્ર મામલે કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, જ્યારે કુદરત રૂઠે છે ત્યારે ખેડૂતોને માત્રને સરકારનો આધાર હોય છે અને તે સમયે સરકાર પણ આંખ બંધ કરીને કુંભકરણીની નિંદ્રામાં સુઈ જાય ત્યારે ખેડૂતોની પાસે બીજો કોઈ પણ પ્રકારનો રસ્તો ન રહે. માત્રને માત્ર જાહેરાત વાળી સરકાર હોય તેવી આ સરકાર છે. જૂન મહિનામાં વરસાદના થવાના કારણે ખેડૂતોને નુકશાન થયું તેનું વળતર નથી મળ્યું, જૂલાઈમાં વરસાદ ખેંચાવાના કારણે નુકશાન થયું તેમાં પણ ખેડૂતોને વળતર નથી મળ્યું, અતિવૃષ્ટિમાં ખેડૂતોને નુકશાન થયું તેનું પણ વળતર નથી મળ્યું. અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે મરણ સમાન છે ખેડૂતોના પાકનુ મરણ થયું છે, પાકનું મરણ થાય ત્યારે ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. સરકાર ખેડૂતોની સામે જોતી નથી. ખેડૂતોનો સોનાની લગડી જેવો પાક મરી ગયો હોય ત્યારે ખેડૂતો તેનો અગ્નિદાહ આપે છે અને પોતાની અંદરની વ્યથા વ્યક્ત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp