ચાર વર્ષે દેખાયા: પરેશ રાવલને આડેહાથે લેતા અમદાવાદીઓ

PC: khabarchhe

અમદાવાદ લોકસભાના સાંસદ બન્યા બાદ ચાર વર્ષે દેખાયેલા ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ સામે અમદાવાદીઓનો ગુસ્સો જોવા મળ્યો હતો. લોકોએ પરેશ રાવલ અને તેમના પીએને પોતાના પ્રશ્નોની માંગના અનુસંધાને આડે હાથે લીધા હતા. પરેશ રાવલ અને તેમના પીએ ગેંગેં-ફેંફેં થઈ ગયા હતા.

લોકોની માંગ હતી કે વિસ્તારમાં સારી શાળા નથી અને આ માંગ માટે અનેક વખત પરેશ રાવલ દ્વારા લોકોને આશ્વાસનો આપવામાં આવ્યા હતા. તેમના પીએને પણ લોકોએ વારંવાર ફરીયાદ કરી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા બુધવારે પોતાના મત વિસ્તારમાં ચાર વર્ષ બાદ દેખાયેલા સાંસદ પરેશ રાવલ પર લોકોનો રોષ તૂટી પડ્યો હતો. પરેશ રાવલ હવે પછી આવું નહી થાય તેની ખાતરી આપી હતી તો પણ લોકોનો રોષ શાંત પડ્યો ન હતો. છેવટે પરેશ રાવલે ત્યાંથી રવાના થવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp