આ વિસ્તારમાં વેક્સીન આપવા અધિકારી જાય તો લોકો ઘરે તાળા મારી ભાગી જાય છે

PC: news18.com

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને-દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન પણ ઝડપી કરવામાં આવ્યુ છે. પહેલી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે યુવાનોને સરકાર દ્વારા ફ્રીમા કોરોના વેક્સીન આપવામાં આવશે. વેક્સીન માટે લોકોએ પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે અને ત્યારબાદ નજીકના સેન્ટર પર જઈને વેક્સીન લેવાની રહે છે.

હજુ પણ કેટલાક લોકો કોરોનાની વેક્સીન લેવાથી ડરી રહ્યા છે અને આજ કારણે કેટલાક ગામડાઓમાં લોકો કોરોના વેક્સીન રહ્યા નથી. રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ અહીં અંતરિયાળ ગામડામાં રહેતા આદિવાસીઓ અશિક્ષિત હોવાના કારણે કોરોના વેક્સીન લઈ રહ્યા નથી અને તેઓ વેક્સીન લેવાથી ડરી રહ્યા છે. આશિક લોકો હોવાના કારણે હજુ પણ તેમનામાં વેક્સીનને લઈને જાગૃતતા આવી નથી અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, વેક્સીન લઈએ તો મરી જવાય છે અને હાલ ભરૂચમાં પણ મોતનું પ્રમાણ વધ્યું હોવાના કારણે લોકો વેક્સીન લેવાથી ડરી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઇને લોકોને કોરોના વેક્સીન લેવા માટેની અપીલ કરી રહ્યા છે.

આ બાબતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અમે ગામના લોકોને સમજાવીએ છીએ કે કોરોનાની વેક્સીન સુરક્ષિત છે. એટલા માટે તમે વેક્સીન લો. નર્મદાના અંતરિયાળ વિસ્તાર એટલે સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં અમે જાતે લોકોને સમજાવવા માટે જઈએ છીએ કારણ કે ગામમાં લોકોમાં મૃત્યુનો ડર પેસી ગયો છે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ ગામના લોકોને વેક્સીન આપવા માટે જાય છે ત્યારે તેઓ પોતાના ઘરને તાળા મારીને ભાગી જાય છે એટલે હવે અમારે આ લોકોને સમજાવવા પડશે.

ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને લોકજાગૃતિ અને ખૂબ જ ઉણપ છે અને આ જ કારણે લોકોની માન્યતા છે કે કોરોના વેક્સીન લેવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે અને જેથી આદિવાસી લોકો વેક્સીન લેવાથી ડરી રહ્યા છે અને હવે આ જ કારણે ધારાસભ્યો અને સાંસદો આદિવાસી લોકોની પાસે જઈને તેમને સમજાવી રહ્યા છે પરંતુ જો આ લોકો નહીં માને અને વેક્સીન લેવામાં હજી પણ મોડું કરશે તો આ વિસ્તારોની સ્થિતિ વણસે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp