26th January selfie contest

3 વખત મર્દાનગી ટેસ્ટમાં ફેલ થયો રેપનો આરોપી, ગુજરાત HCએ આપી દીધા જામીન

PC: thehindu.com

ગુજરાત હાઇ કોર્ટે એક મોડલ સાથે બળાત્કાર કરવાના આરોપી 55 વર્ષીય ફ્રીલાન્સ ફોટોગ્રાફરને જામીન આપી દીધા છે. આરોપીએ હાઇ કોર્ટ સામે તર્ક આપ્યો હતો કે તે તપાસ દરમિયાન 3 વખત પ્રોટેન્સી ટેસ્ટ એટલે કે મર્દાનગી ટેસ્ટમાં ફેલ રહ્યો હતો. આરોપી પ્રશાંત ધાનકની 23 ડિસેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક 27 વર્ષીય મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પ્રશાંત ધાનકે મોડલિંગ અસાઇમેન્ટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો.

ઘટના ગયા વર્ષના નવેમ્બરમાં વિજય ચોક પાસે એક હૉટલમાં થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રશાંત ધાનક પર બળાત્કારના કેસ સિવાય ગુનાહિત ધમકી આપવાનો કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, આરોપી ફોટોગ્રાફર પ્રશાંત ધાનકને અમદ્વાદની સેશન કોર્ટે 2 માર્ચના રોજ એમ કહેતા જામીન આપવાની ના પાડી દીધી હતી કે તેની વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. ત્યારબાદ આરોપીએ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને નિયમિત જામીન આપવાની માગ કરી હતી.

પ્રશાંત ધાનકના વકીલ FN સોનીવાલાએ પોતાની દલીલમાં હાઇ કોર્ટને જણાવ્યું કે, બળાત્કારની ફરિયાદ એક નપુંસક વ્યક્તિ વિરુદ્ધ નોંધાવવામાં આવી છે કેમ કે પોલીસ તપાસ દરમિયાન અલગ અલગ અવસરો પર મેડિકલ ટેસ્ટ દ્વારા 3 વખત વીર્યના સેમ્પલ એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ મેડિકલ રિપોર્ટથી જાણકારી મળી છે કે તેના લિંગમાં ન ઇરેક્શન, ન સ્ખલન છે. વકીલે ફોટોગ્રાફરનો બચાવ કરતા કહ્યું કે ફરિયાદકર્તા મોડલ પ્રશાંત ધાનક પાસે પૈસાની માગ કરી રહી હતી, પરંતુ જ્યારે તેણે પૈસા ન આપ્યા તો તેણે ફરિયાદ કરી દીધી.

વકીલે કહ્યું કે, આ એક ખોટી ફરિયાદ હતી, પોતાના તર્કની પુષ્ટિ કરવા માટે વકીલે પુનરાવર્તન કર્યું કે, આરોપી ત્રણ વખત પ્રોટેન્સી ટેસ્ટમાં ફેલ રહ્યો છે. આરોપીને જ્યારે ત્રીજી વખત ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો તો 10 મિનિટ માટે એક વાઇબ્રેટર લગાવવામાં આવ્યું હતું અને પછી એક ડૉલપર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. તપાસ અધિકારીઓએ બધા પુરાવા એકત્ર કર્યા, પરંતુ વીર્ય સેમ્પલ ન એકત્ર કરી શક્યા. માત્ર આ જ કારણે તે અત્યાર સુધી અપરિણીત છે. ત્યારબાદ જસ્ટિસ સમીર દવેએ આરોપી પ્રશાંત ધાનકને 10,000 રૂપિયાના ખાનગી બોન્ડ અને એટલી જ રકમના જામીન આપી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp