ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું

PC: youtube.com

અત્યારે તમને કોઈ પણ જગ્યા એવી નહીં જોવા મળે કે, ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થતો હોય. શાકભાજી માર્કેટથી લઇને સુપરસ્ટોરમાં પણ પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે હવે પ્લાસ્ટિકની કોથળી અને અન્ય પેકિંગના ઉપયોગ કરવા મામલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં પ્લાસ્ટિકની કોથળીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેના કારણે આગામી તહેવારોના સમયમાં જ પ્લાસ્ટિકની કોથળી કે અન્ય વસ્તુનો ઉપયોગ અમદાવાદની જનતા નહીં કરી શકે.

અમદાવાદ મહાનગરપાલિકાએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર હવેથી પ્લાસ્ટિકની બેગ, કટલરી, પાણીની બોટલ, કન્ટેનર, રેપર જેવા તમામ એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્વાનો આદેશ મ્યુનિસિપલ કમીશનર દ્વારા કરવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ કે, વેપારી આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે, તો તેમના પર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્લાસ્ટિક મુક્ત દિવાળીની ઉજવણી કરવા માટે 13 સપ્ટેમ્બરથી 27 ઓકટોબર સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટ્રાફિક દોઢ મહિના સુધી પ્લાસ્ટિક પ્રતિબંધ જાગૃતિ ઝુંબેશ ચલવવા માટે અલગ અલગ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઝુંબેશ દરમિયાન અલગ અલગ વિભાગના અધિકારીઓને કામગીરી પણ સોંપવામાં આવી છે. આ જાગૃતિ ઝુંબેશમાં જોડાયેલા અધિકારીઓ અલગ અલગ જગ્યા પર ચેકિંગની કામગીરી હાથ ધરશે અને જે પણ વેપારીઓ પ્લાસ્ટિકનો મોટા પાયે ઉપયોગ કરતા હોય, તેને દંડ કરવાની કાર્યવાહી કરશે. હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદની જનતા અને વેપારીઓ AMC કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને કેવો પ્રતીસાદ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp