EVM હટાવી મતપત્રક દ્વારા મતદાન ફરી શરૂ કરો, ચૂંટણી અધિકારીને થઈ રજૂઆત

PC: sigmalive.com

EVM  સામે ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. લોકો હવે મશીનથી મત આપવાની તરફેણ ઓછી કરી રહ્યાં છે. તે વધારે ખર્ચાળ અને ગોલમાલ ધરાવતી પ્રથા હોવાનું મતદાર માનતા થયાં છે. 12 માર્ચથી સાબરમતી આશ્રમથી નીકળેલી EVM  હઠાવો યાત્રા કાઢવામાં આવી હતી. આજે તે દાંડી સુધી પુરી થઈ છે.

આ આંદોલન હવે રાષ્ટ્ર વ્યાપી બને તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવસારીમાં એક જૂથે EVM ના બદલે બેલેટ પેપરથી ચૂંટણીમાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સમક્ષ લેખિતમાં માંગણી કરી છે. ધર્મેશ પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર અને કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ એવી માંગણી કરી છે કે EVMના બદલે હવે બેલેટથી ચૂંટણી કરો. હાલનું મશીનથી થતું મતદાન શંકાના ઘેરામાં છે. અવિશ્વસનીય બન્યું છે.

VVPAT  દ્વારા મતોની ગણતરી કરવાની હતી તે પણ કરી નથી. તેથી 20 જેટલાં લોકોએ EVM VVPAT મુદ્દે કોર્ટમાં કેસ કર્યાં છે. તેથી EVMથી મતદાન સદંતર બંધ કરીને માત્ર કાગળથી જ મતદાન કરવામાં આવે. જે અમે જોઈએ શકીએ છીએ કે કોને મત ગયો છે. પણ મશીનમાં થતું મતદાન કોને મત ગયો છે તે જાત અનુભવ કરી શકાતો નથી. માત્ર મતપત્રકથી જ મતદાન કરવામાં આવે. મતપત્રક માટે ગોલમાલ કરનાર લોકો સામે આકરી કાયદાકીય જોગવાઈ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp