કમ્યુનિસ્ટ પાર્ટીને ગણતંત્રમાં નહીં ગનતંત્રમાં વિશ્વાસ છેઃ PM નરેન્દ્ર મોદી

PC: twitter.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને અગરતલાના શાંતિર બજારમાં રેલીને સંબોધિત કરી હતી. તેમણે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ ત્રિપુરા જેવા કામ કરનારા લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, આ વખતે કમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો અને BJPને જીતાડીને વિકાસને પ્રોત્સાહન આપીને સરકાર બનાવો.

PMએ કમ્યુનિસ્ટ પાર્ટીના વર્કર્સને અરાજકતાવાદી કહ્યા હતા અને તેમના વિશે કહ્યું હતું કે, લોકો ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, કારણ કે તે લોકો 'ગણતંત્ર' નહીં પરંતુ 'ગનતંત્ર'માં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અહિયાં ગરીબોના ઘર બનાવવા, વીજળી પહોંચાડવા, ગેસનો ચૂલો સળગાવવા માટે પૈસા આપે છે, પરંતુ તે પૈસા ક્યા ચાલ્યા જાય છે તે ખબર નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp