26th January selfie contest

17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસે PM મોદી ગુજરાતની આ જગ્યાની મુલાકાત લેશે

PC: youtube.com

17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આવશે કારણ કે, 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે અને તેઓ પોતાના જન્મદિન નિમિત્તે માતાના આશીર્વાદ લેવા માટે આવે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમની પણ મુલાકાત કરશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન સુધીમાં સરદાર સરોવર ડેમ સંપૂર્ણ પણે ભરાઈ જશે કારણ કે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 137.58 પર પહોચી છે અને પાણીની સતત આવક થવાના કારણે ડેમમાંથી 1,28,573 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમને સંપૂણ પણે ભરવા મામલે ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે વિવાદ વધી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ડેમને ભરવોએ આપણો અધિકાર છે. નર્મદા ડેમનું કામ પૂર્ણ કરાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો રહ્યો છે. કારણ કે, કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી, તે સમયે નર્મદા ડેમનું કામ પૂર્ણ કરવામાં ઘણી અડચણો આવી રહી હતી. કોંગ્રેસ સરકાર દ્વારા સુપ્રીમકોર્ટમાં ડેમના કામને લઈને અરજી કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમકોર્ટના ચૂકાદાથી નર્મદા ડેમનું કામ આગળ વધારવામાં આવ્યું હતું. તે પછીના સાત વર્ષમાં નર્મદા ડેમને દરવાજા લગાડવાની કે, બંધ કરવાની મંજૂરી કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવી ન હતી, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીના 70 દિવસમાં દરવાજા લડાડવાની મંજૂરી મળી ગઈ હતી અને 2017માં દરવાજા લગાડવાનું કામ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કર્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp