26th January selfie contest

ગુજરાત પોલીસ આરોપીનું સરઘસ નહીં કાઢી શકે: ગુજરાત હાઇકોર્ટ

PC: khabarchhe.com

રાજ્ય પોલીસ દ્વારા કેટલાક માથાભારે ઇસમો જેવા કે મોટી ચોરી કે લૂંટના આરોપીને ગુનાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢીને આરોપીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવે છે અને જાહેરમાં આરોપી પાસે માફી મંગાવવામાં આવે છે. આ પ્રકારના દૃશ્યો ગુજરાતના ઘણા શહેરોમાં જોવા મળતા ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓના સરઘસ કાઢવા માટે એક જાહેર હિતની અરજી થઈ હતી. આરોપીનું સરઘસ કાઢવાના કારણે આરોપીના બંધારણીય અધિકારોનું હનન થવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા આરોપીના બંધારણીય અધિકારોનું હનન ન થાય તે બાબતે રાજ્ય પોલીસ વડાને સૂચના આપી હતી. હાઇકોર્ટના સૂચન બાદ રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેંજ વડા તેમજ જિલ્લા પોલીસ વડાને એક પરિપત્ર મોકલીને આરોપીના સરઘસ કાઢવા બાબતે ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી અને આ તમામ પોલીસ અધિકારીઓના તાબામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને આ બાબતે સૂચના આપવાનું જણાવ્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp