અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના પુત્ર સામે નોંધાઈ સગીરાના અપહરણની ફરિયાદ

PC: youtube.com

શહેરની જનતાને કાયદાના પાઠ ભણાવતા પોલીસકર્મીઓના જ પુત્રો તેમનાં કહ્યામાં નથી અને કાયદાનું પાલન નથી કરી રહ્યા. આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર સામે જ સગીરાનું અપહરણ કરવાની ફરીયાદ દાખલ થઈ છે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર રાહુલ અમદાવાદના ગોમતીપુરા વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લઇને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સગીરાના પરિવારજનોએ ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલના પુત્ર રાહુલ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરીને આરોપી રાહુલને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

રાહુલ પહેલીવાર સગીરાને ભગાડીને નથી લઇ ગયો, પણ આ અગાઉ બે વાર લઇ ગયો હતો અને પછી સગીરાને ઘરે પણ મુકી ગયો હતો, ત્યારે હવે ત્રીજીવાર રાહુલ સગીરાને ભગાડીને લઇ ગયો ગયો છે, તેના 10-12 દિવસો થઇ ગયા હોવા છતાં પણ સગીરાને ઘરે મુકવા ન આવતા અને પરિવારને દીકરીનો કોઈ પત્તો ના મળતા અંતે તેમણે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો અને તેમણે ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં રાહુલ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. 

સગીરાના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ એક વખત તે આવી રીતે અમારી દીકરીને ભગાડીને લઈ ગયો હતો પણ પછી ઘરે મુકી ગયો હતો, ત્યારબાદ પણ આવું જ કર્યું હતું, ત્રણ વખત આવું કર્યું હતું. અગાઉ બે વખત તો તે છોકરીને ઘરે પાછી મુકી ગયો પણ અત્યારે 10-12 દિવસ થઈ ગયા હોવા છતા અમારી દીકરીનો કોઈ પતો જ નથી. એ છોકરો અત્યારે અહીં છે કે નહીં તે પણ અમને ખબર નથી. અત્યારે એ છોકરો પણ અહીં નથી અને મારી બેનનો પણ 10,12 દિવસથી કોઈ પતો નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp