પોલીસે ક્રૂડ ઓઈલની ચોરીના કૌભાંડનો કર્યો પર્દાફાશ, બે આરોપીની ધરપક્કડ

PC: youtube.com

આજકાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચોરી અને લૂંટના ગુનાઓ વધી રહ્યાં છે. તેવામાં સાણંદમાં આઈઓસીની પાઈપમાં પંચર પાડીને ક્રૂડ ઓઈલની ચોરી કરવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માધવનગરથી ગોરજ રોડ પર આવેલા ખેતરોમાં કેટલાંક લોકો પાઈપલાઈનમાં ચોરી કરી રહ્યાં હતા. છેલ્લા બે મહિનાથી આ પ્રકારે ચોરી કરવામાં આવતી હતી, જેમાં પાઈપલાઈનમાં પંચર કરીને વાલ્વ બેસાડીને ઓઈલની ચોરી કરતા જેમાંથી બે લોકોની ધરપકડ પોલીસે કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઈ ગયા છે.

માહિતીના અનુસાર, વીરમગામથી બરોડા ઈન્ડિયન ઓઈલ કંપનીએ પાઈપલાઈનનું જોડાન વિરમગામથી કાચુ ક્રુડ ઓઈલ બરોડા રિફાઈનરીને મોકલે છે અને ત્યાંથી ક્રુડ ઓઈલમાંથી કેરોશીન, ડિઝલ, પેટ્રોલ અલગ કરવામાં આવે છે. તેમજ આ પાઈપલાઈનને વીરમગામથી સાણંદના ખેતરોમાંથી બરોડા સુધી જોડવામાં આવી હોવાથી કેટલાંક શખ્શોએ ક્રૂડની ચોરી કરવાના ઈરાદે પાઈપ લાઈનમાં સાણંદ નજીકના માધવનગર-ગોરજ રોડ વચ્ચે આવેલા ખેતરોમાં પાઈપલાઈનમાં કાણું પાડ્યું હતું અને રાતે ટેન્કરો ભરીને ઓઈલની ચોરી કરતા હતા, જ્યારે આ ઘટનાની પોલીસને જાણ થઈ ત્યારે તેમને તપાસ શરૂ કરી અને બે લોકોની ધરપકડ કરી.

પોલીસે જણાવ્યું કે, જ્યારે તેમણે આ પ્રકારની ચોરી કરવામાં આવે છે તે વાતની જાણકારી મળી ત્યારે પોલીસે તપાસ શરૂ કરી અને નવઘણભાઈ દેવાભાઈ ઠાકોર અને વનરાજભાઈ ઉર્ફ પિન્ટુ રાજુજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે, આ બંને આરોપીઓ ટેન્કર જ્યારે ભરાય જાય ત્યારે તેઓ ત્યાં હાજર રહેતા હતા અને ત્યાં કોઈ ટેન્કર પસાર થાય છે કે નહીં, ખેડૂતો જાગી ન જાય, અથવા પોલીસ જોઈ ન જાય તે માટે એક વ્યક્તિ ધ્યાન રાખતો જ્યારે અમિત રણછોડભાઈ ઠાકોર, ભાવેશ પટેલ બારેજા અને સુનિલ બાલાભાઈ ઠાકોર મુખ્ય આરોપી છે જેઓ ઓઈલ ચોરીના પ્લાન સંપૂર્ણ અંજામ આપતા.

તમને જણાવી દઈએ કે, ઓઈલની ચોરી કરવી તે દ્વોહી કામગીરી છે ત્યારે આટલા મોટા કૌભાંડને પોલીસે પર્દાફાશ કર્યો ત્યારે જાણ થઈ કે બે મહિનાથી આ લોકો પંચર કરીને ક્રૂડ આઈલની ચોરી કરી રહ્યાં છે અને 10 થી 15 જેટલા ટેન્કર ક્રૂડની ચોરી કરી હતી. તેમજ એ ક્રૂડ ક્યા સપ્લાય કરવામાં આવ્યું છે તે વિશે પોલીસની તપાસ શરૂ છે. ઈન્ડિયન ઓઈલની આટલી મોટી અને જાડી પાઈપને કાણું પાડીને કોઈને ખબર પણ ન પડી કે આ રીતે દરરોજ રાતે આરોપીઓ ક્રૂડની ચોરી કરીને તેને વેચતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp