કાજલ હિંદુસ્તાનીએ સરેન્ડર કર્યું, જેલમાં ગઈ, કોર્ટે જામીન ફગાવી દીધા

PC: navbharattimes.indiatimes.com

ગિર સોમનાથ જિલ્લાના ઉનામા રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલી સોશિયલ એક્ટિવિસ્ટ કાજલ હિંદુસ્તાનીને કોર્ટે જેલમાં મોકલી આપી છે. ઉનામાં તેજાબી ભાષણ આપ્યા બાદ પોલીસે કાજલની સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ધરપકડથી બચવા માટે કાજલે નીચલી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એ પછી કાજલે પોલીસ સ્ટેશન પહોંચીને સરેન્ડર કરી દીધું હતું. પોલીસે એ પછી જેલમાં મોકલી આપી છે.

રામનવમીના દિવસે વિશ્વ હિંદુ પરિષદ દ્રારા આયોજિત એક સંમેલનમાં કાજલ હિંદુસ્તાનીને ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાજલના વિવાદિત નિવેદન પછી ઉનામાં હિંસા ભડકી ઉઠી હતી. એ પછી ગિર સોમનાથ પોલીસે કાજલ હિંદુસ્તાની સામે ગુનો દાખલ કર્યો હતો. મૂળ જામનગરની કાજલ સામે એક ખાસ સમુદાય પર ટીપ્પણી કરવાનો આરોપ હતો.

પોલીસે શનિવાર સુધી કાજલની ધરપકડ નહોતી કરી, આ દરમિયાન કાજલે નીચલી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.40 વર્ષની કાજલ જામનગરમાં પરણેલી છે અને સાસરાની સરનેમ શિંગલા છે, પરંતુ તેણે શિંગલા સરનેમ હટાવીને કાજલ હિંદુસ્તાની નામ રાખ્યું છે. કાજલ મૂળ રાજસ્થાનના શિરોહીની છે.

31 માર્ચે ઉનામાં કાજલના ભાષણ પછી કેટલાંક લોકોએ ભેગા થઇને કાજલ પર મુસ્લિમ વિરોધી ભાષણ આપવાનો આરોપ લગાવ્યો હતો અને સોમનાથમાં સર તન સે જુદાના નારા લગાવ્યા હતા. મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ ચોકી પાસે નારેબાજી કરી હતી એટલે પોલીસ એક્શનમાં આવી હતી.

ઉનાના હિંદુ સંમેલનમાં કાજલે જબરદસ્તી ધર્માતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે હિંદુ છોકરીઓને ગેર હિંદુ પુરુષો દ્રારા ફસાવવામાં આવે છે. કાજલે કહ્યું હતું કે, પોતાનો ધર્મ છુપાવીને હિંદુ છોકરીઓને પોતાની જાળમાં ફસાવે છે અને લગ્ન પછી જબરદસ્તીથી ધર્માતરણ કરાવે છે.

કાજલ હિંદુસ્તાનીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું અને તેના જવાબમાં હજારો ઇસ્લામવાદીઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ કાજલ સામે કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે આક્રોશ વ્યકત કરી રહેલા 70 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 2 એપ્રેલે  FIR  નોંધી હતી.

કેટલાક ટ્વિટર ખલીફાઓએ વિડિયો સ્નિપેટ્સ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું અને દાવો કર્યો કે તેણી નફરત ફેલાવી રહી છે અને હિન્દુઓને મુસ્લિમો સામે શસ્ત્રો ઉપાડવાનું કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp