સુરતમાં આ વ્યક્તિને CM બનાવવાના પોસ્ટર લાગ્યા

07 Dec, 2017
12:29 PM
PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ જો જીતશે તો કોને CM બનાવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. BJP તો ફરીથી વિજય રૂપાણીને જ CM બનાવે તેવી વાત સામે આવી છે, પરંતુ કોંગ્રેસ પાસે એવો કયો ચહેરો છે, જેને CM તરીકે રજૂ કરી શકાય, તે અંગે અવઢવ છે. આ બધી બબાલ વચ્ચે સુરતમાં કોંગ્રેસ જીતે તો કોને CM બનાવવા તે અંગે પોસ્ટરો લાગ્યા છે.

સુરતના ઉધના વિસ્તારમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની માગ કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં આ રીતે પોસ્ટરો લાગ્યા છે. અહેમદ પટેલના પોસ્ટરમાં રાહુલ ગાંધીનો પણ ફોટો છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહેમદભાઈ પટેલને ગુજરાતના વઝીર-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફક્ત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.