કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સભા કરશે

PC: deccanchronicle.com

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરી 2019થી ગુજરાતમાં આદિવાસી મતદારો ધરાવતા ધરમપુરના લાલડુંગરીથી 14 ફેબ્રુઆરી 2019થી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા હતા.

ગુરૂવાર બપોરે અઢી વાગ્યાની આસપાસ રાહુલ સભા યોજાશે. લાલડુંગરી ખાતે દક્ષિણ ગુજરાતમાંથી દોઢ-બે લાખ લોકો આવશે. ગુજરાત સરકારની એસટી દ્વારા બસ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જ્યારે PM નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સભા હોય ત્યારે જોઈએ એટલી બસ આપવામાં આવે છે.

રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ

  • 1:30 કલાકે સુરત એરપોર્ટ પર આગમન
  • 1:45 કલાકે હેલિકોપ્ટર દ્વારા સભાસ્થળે
  • 2:15 કલાકે લાલડુંગરી સભા સ્થળે જશે
  • 2:25 કલાકે મંચ પરથી સભાને સંબોધશે
  • દિલ્હી જતા પહેલા પ્રદેશની ટીમ સાથે એરપોર્ટ પર બેઠક યોજશે.
  • રેલીમાં દક્ષિણ ગુજરાતમાંથી દોઢથી બે લાખની જનમેદ આવશે.
  • વલસાડના DSP સુનીલ જોશી, 7 DySP, 9 PI, 55 PSI, 520 પોલીસકર્મીઓ તથા 200 હોમગાર્ડના સ્ટાફને તૈનાત કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp