22 લાખ સરકારી નોકરી છે તેને હું એક વર્ષમાં ભરીને દેખાડી દઈશ: રાહુલ ગાંધી

PC: facebook.com/rahulgandhi

લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં જેમ જેમાં નજીક આવતું જાય છે, તેમ તેમ રાજકીય ગરમાવો ગુજરાતમાં વધતો જાય છે. નેતાઓની રેલીઓ અને સભાઓ વધતી જાય છે અને રાજકીય પક્ષો દ્વારા સામેની પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો પર પ્રહારો પણ વધતા જાય છે. ત્યારે આજે ભાવનગરના મહુવામાં યોજાયેલી કોંગ્રેસની જનસાભા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપને આડેહાથે લીધી હતી અને જનતાને સંબોધન કરતા એક વર્ષમાં તમામ સરકારી નોકરીની જગ્યા ભરીને દેખાડવાનું વચન આપ્યું.

Live From Bhavnagar, Gujarat

Live From Bhavnagar, Gujarat

Posted by Rahul Gandhi on Monday, 15 April 2019

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનતાને સંબોધતા કહ્યું હતું કે, હું તમને નહીં કવ કે હું બે કરોડ યુવાનોને દરવર્ષે રોજગાર આપીશ. પરંતુ હું એટલું જરૂર કહીશ કે, 22 લાખ સરકારી નોકરી છે તેને હું એક વર્ષમાં ભરીને દેખાડી દઈશ. હું તમને આ પણ કહીશ કે, પંચાયતોમાં દસ લાખ યુવાનોને રોજગાર મળી શકે છે અને દસ લાખ યુવાનોને આપણે રોજગાર આપી શકીશું. આ કામ થઈ શકે છે, ખેડૂતોની મદદ થઈ શકે છે. ખેડૂતોનું દેવું માફ થઇ શકે છે. આ તમારી ઉપર છે. એક તરફ અને અન્યાય અને જુઠ છે અને બીજીબાજુ ન્યાય અને સચ્ચાઈ છે. અમારા જે કાર્યકર્તાઓ છે જે વિચારધારાની લડાઈ લડે છે. તેમને ધન્યવાદ દેવા માંગું છે, અને જે ગરીબ જનતા છે કે, જે હંમેશા કોંગ્રેસનું સમર્થન કરે છે,તેમનું હું દિલથી ધન્યાદ કરવા માગું છું અને હું ગુજરાતની જનતાને આશ્વાશન આપવા માંગું છું કે, હું તમારી સાથે ઉભો રહીશ. જ્યારે પણ તમે મને અહિંયા બોલાવશો, હું આવી જઇશ. જે પણ હું તમારા માટે કરી શકું છું તે બસ તમારે કહેવાની જરૂર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp