બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પડ્યો કમોસમી વરસાદ

PC: youtube.com

ઉનાળાની ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમય પછી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલટો આવવાના કારણે ખાંભા, સાવરકુંડલા, રાજુલામાં વરસાદ પડ્યો હતો. આ સાથે દીપડીયા, વાવેરા અને આગરીયા સહિતના ગામોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ વરસાદના કારણે ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કારણે કે, વરસાદના કારણે ખેડૂતો પાકને નુકસાનની ભીતિ સેવી રહ્યા છે.

 

આ સાથે બનાસકાંઠ અને સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ બપોરના સમય પછી એકાએક પલટો આવ્યો હતો. વાવ તાલુકાના આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે ગામના બાળકો પણ વરસાદમાં મોજ માણતા નજરે ચડ્યા હતા. આ સાથે સુરેન્દ્રનગરના સાયલા અને ચોટીલાના કેટલાક ગામડાઓમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

 

ત્યારે બનાસકાંઠા અને લાખણીમાં રાત્રે આવેલા વાવાઝોડાના કારણે નુકસાન થયું હોવાની પણ માહિતી મળી રહી છે. વાવાઝોડાના કારણે અનેક ઘરના પતરા હવામાં ઉડ્યા હતા તો બીજી તરફ કેટલાક તબેલાની છત તૂટી પડી હતી, જેના કારણે પશુ પાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp