જાહેરમાં પીચકારી મારનારા સાવધાન, હવે અમદાવાદની જેમ રાજકોટમાં પણ ફટકારાશે ઈ-મેમો

PC: jagran.com

હવે જો તમે રાજકોટના રસ્તા પર જઈ રહ્યો હોવ અને રસ્તા પર પાન મસાલા ખાઈને પિચકારી મારી તો ગયા સમજો. કારણ કે, રાજકોટમાં હવે જાહેરમાં થુંકનારાઓ પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને જો કેમરામાં થુંકતા ઝડપાશો તો તમારે ભરવો પડશે દંડ. જણાવી દઈએ કે, જાહેરમાં થુંકનારને ઈ-મેમો આપવાની શરૂઆત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જેમ જાહેરમાં થુંકનારને ઈ-મેમો ફટકારવામાં આવે છે તેમ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે રાજકોટમાં તમે કોઈં વાહન લઈને જતા હશો અને કોઈ પણ જગ્યા પર પાન-મસાલા ખાઈને પિચકારી મારશો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમારા ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રસ્તા પર લગાડવામાં આવેલા CCTV કેમેરાની મદદથી આ કાર્યવાહી કરવામાં આવશે અને આ CCTV કેમેરાનું મોનિટરીંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરવામાં આવી રહ્યું છે. બાઈક પર કે, કારમાંથી પિચકારી મારનાર વ્યક્તિના વાહનની નંબર પ્લેટ રસ્તા પર લાગેલા CCTV કેમરાની મદદથી સ્કેન કરવામાં આવે છે અને આ નંબર પ્લેટના આધારે તેમના ઘરનાં અડ્રેસ પર ઈ-મેમો મોકલવામાં આવે છે.

જો કોઈ પણ વ્યક્તિ પહેલી વખત થુંકતા કેમેરામાં ઝડપાશે તો તેના ઘરે 250 રૂપિયાનો ઈ-મેમો, બીજી વખત ઝડપાશે તો તેના ઘરે 500 રૂપિયાનો ઈ-મેમો અને ત્રીજી વખત ઝડપાશે તો તેના ઘરે 700 રૂપિયાનો ઈ-મેમો મોકલવામાં આવશે. આ ઈ-મેમોની રકમ સાત દિવસની અંદર જ-તે વ્યક્તિએ નજીકની વોર્ડ ઓફિસમાં ભરવાની રહેશે અને આ રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તે વ્યક્તિના ઘરે જઈને તેની પાસેથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 1,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp