સુરતમાં ગરમીનો આ સિઝનનો રૅકોર્ડ તૂટ્યો

PC: magnificentbihar.com

સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી દીધું હતું. આજે રાજ્યમાં ઉનાળાનો બેવડો પ્રકોપ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્ર અને ભરૂચ જેવા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો હતો જયારે બીજી તરફ આજે અમદાવાદ અને સુરતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો અને લોકોને આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો.

મંગળવાર સવારથી જ તડકો ભારે રહ્યો હતો અને બપોર થતાની સાથે જ ગરમીએ લોકોને પરસેવે રેબજેબ કરી દીધા હતા. ભરબપોરે ચામડી બળી નાખતી ગરમીમાં રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળ્યા હતા અને સુરત તથા ગામડાના અમુક વિસ્તારોમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા હતા. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સુરત અને અમદાવાદનું આ તાપમાન સિઝનનું સૌથી વધુ રહ્યું હતું. લોકોને કામ વગર બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સમયમાં ગરમી વધવાની સંભાવના છે.

શેરડીના રસના સીન્ચોડે લોકોની ભીડ જોવા મળી હતી અને ગરમીથી બચવા માટે લોકોએ અલગ અલગ ઉપાયો અજમાવ્યા હતા. ગરમી તથા તડકાથી બચવા માટે લોકો રસ્તા પર છત્રી સાથે નજર આવ્યા હતા. આ તડકાની અસર સાંજ સુધી રહી હતી. સુરજ ઢળ્યા પછી પણ વાતાવરણમાં ગરમી અને બફારો જોવા મળ્યો હતો. રાત થતાની સાથે જ લોકો દરિયા કિનારે તથા નદી કિનારે ફરવા નીકળ્યા હતા અને લોકોની ભીડ જામી હતી તથા લોકોને ગરમી માંથી ઠંડકનો અહેસાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp