રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી આ સીટ પરથી લોકસભા લડવાની જાહેરાત કરી

PC: facebook.com

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાયેલા રેશમા પટેલ ભાજપ સામે જ બળવો કરી રહી હતી, ત્યારે હવે આખરે રેશમા પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપમાંથી રાજીનામું આપવાની સાથે પોરબંદરથી લોકસભાની અને માણાવદરથી પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે રેશમા પટેલે ચૂંટણીને લઇને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધુ છે. રાજકોટમાં રેશમા પટેલે એક પ્રેસ કોન્ફરસ યોજી હતી અને તેમાં જ તેઓએ ભાજપમાંથી રાજીમામું આપ્યું હતું.

રેશમા પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, મારા પ્રયાસો એ ચાલુ હતા કે, ભારતીય જનતા પાર્ટી સામેં દરેક પક્ષો એક થઇને લડે અને આશા રાખું કે, NCO, કોંગ્રેસ, AAP ગઠબંધન કરે અને લડે. પણ આ તો પક્ષનો નિર્ણય હોય છે. તો જો આ રીતે નિર્ણય નહીં કરીં શકે અને પોતાના એજન્ડા પ્રમાણે કામ કરશે, તો હું મારી રીતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવીને લોકસભા અને માણાવદર વિધાનસભા પરથી ચૂંટણી લડીશ. મારા જ જૂના વિસ્તારમાં માણાવદર વિધાનસભા આવે છે અને મારું કાર્યક્ષેત્ર એક જ રહેવાનું છે એટલે હું બંને લડવાની છું.

રેશમા પટેલે પ્રચાર બાબતે જણાવ્યું હતું કે, હું માનું છું કે સૌથી મોટો પાયોએ ગ્રામપંચાયત હોય છે. એટલે સૌ પ્રથમ મેં ગ્રામ પંચાયતના સરપંચોને પત્ર લખીને મારી વાતો મૂકી છે. મેં એમના પ્રશ્નો પણ જાણવાના પ્રયાસો કર્યા છે. જેના કારણે ગામની સમસ્યા સમજીને સમાજમાં હું સકારાત્મક રીતે કામ કરી શકું. આગામી દિવસોમાં હું રૂબરૂ ગામ લોકો સુધી પહોંચીશ અને તેમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરીને મારા ચૂનાવી કાર્યો હું કરતી રહીશ.

લલિત વસોયા વિશે નિવેદન આપતા રેશમા પટેલે જણાવ્યું હતું કે, હું લતલી વસોયાને નિવેદન કરું છું કે, તેઓ મારા વડીલ છે એટલે તેઓ વિદ્રોહ કરે આપને ભારતીય જનતા પાર્ટી સાથે લડવું જ છે એટેલ એક થઇને લડીએ. પછી તમે લોકો ઉભા રહેશો બીજું NCP અને AAP ઉભું રહેશે અને આક્ષેપો લગાડશે કે, આ એ ટીમ છે, આ બી ટીમ છે તો હું જનતાને કહેવા માંગું છું કે, એ અને બી કોઈ ટીમ નથી. અને જો બધાએ એક ટીમ થઇને લડવું હોઈ તો કેટલાક કેન્ડીડેટ વિદ્રોહ કરવા જોઈએ તેમની પાસે તો 26 સીટ છે એટલે તેઓ 25 સીટ પરથી લડે અને એક સીટ છોડી દે અમે લડવા માંગીએ છીએ તો લડવાનો મોકો આપો. મારી રાજકીય અને સામાજિક નેતાઓ સાથે મૌખીક વાતચીત થયેલી છે. ત્યારે કોંગ્રેસ અને NCPના નેતાઓ કોઈ નિર્ણય નહીં લે તો હું અપક્ષ માંથી ઉમેદવાર કરીંને માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભાની સીટ પરથી ચૂંટણી લડીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp