ગરમીની સાથે અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગોમાં વધારો

PC: livemint.com

ગુજરાતમાં સતત વધતી ગરમીના કારણે લોકોને આકરા તાપનો સામનો કરવો પડે છે. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને બપોરના સમયે વધારે ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. કારણ કે, વધારે ગરમી પડવાના કારણે લુ લાગવાના કેસમાં વધારો થતો જાય છે. એક તરફ લોકો વધારે ગરમીના કારણે પરેશાન છે, તો બીજી તરફ પાણી અને મચ્છર જન્ય રોગોમાં સતત વધારો થતો જાય છે.

અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ઝાડા-ઉલટીના કેસો સતત વધી રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગોને કંટ્રોલમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચાલુ મહિનામાં 13 એપ્રિલ સુધીના મચ્છરજન્ય રોગના આંકડા પર નજર કરવામાં આવે તો સાદા મેલેરીયાના 69, ઝેરી મેલેરિયાના 8 અને ડેગ્યુના 3 કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલટીના 239 કેસ, કમળાના 84 અને ટાઈફોડના 111 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રોગચાળો વધારે ન ફેલાય તે માટે અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને પાણી તેમજ મચ્છરજન્ય રોગોને વધારે ફેલાતા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp